Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > VIDEO: સતત અશ્લિલ મેસેજ મોકલનારા બોસને મહિલાએ મોપથી ઝૂડી નાંખ્યો

VIDEO: સતત અશ્લિલ મેસેજ મોકલનારા બોસને મહિલાએ મોપથી ઝૂડી નાંખ્યો

0
217
  • મહિલા કર્મચારીને માનસિક ત્રાસ આપનારા સરકારી અધિકારીને નોકરી ગુમાવવી પડી
  • સોશિયલ મીડિયા પર ચાઇનીઝ મહિલાના રણચંડીરુપનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર ચીનનો એક વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા તેના બોસને મોપ (સફાઇ કરવા માટેનું દંડાવાળું પોછું)થી ધોલાઇ (Chinese woman hit boss)કરી રહી છે. આ મહિલા સરકારી કર્મચારી છે. તેનો આરોપ છે કે તેનો બોસ ઘણા સમયથી તેને પજવી રહ્યો હતો. સતત અશ્લિલ મેસેજ મોકલી તેને માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો. તેથી કંટાળીને તેણે આવું પગલું લીધું.

ઘટના ચીનના હીલોંગજિઆંગ (Heilongjiang) પ્રાંતની એક સરકારી એજન્સીની છે. વીડિયોમાં દેખાય છે કે રણચંડી બનેલી મહિલા પોતાના બોસને મોપથી મારી રહી છે. તેના મોં પર પાણી ફેંકે છે. સાથે ગુસ્સામાંને ગુસ્સામાં ઓફિસમાં મુકેલા પુસ્તકો અને ફાઇલો ફેંકી રહી છે. તે બોસ પર પુસ્તકો પણ ફેકતી દેખાય છે.

આ પણ વાંચોઃ અદાણી પોર્ટને મ્યાનમાર સેનાને સાથ આપવો પડ્યો મોંઘો, S&P ઇન્ડેક્સમાંથી બહાર

સમગ્ર ઘટના દરમિયાન બોસ બેહાલ

સમગ્ર ઘટના દરમિયાન શરમનો માર્યો બોસ પોતાની ખુરશી પર બેસી રહ્યો છે. તે પોતાને બચાવવાની કોશીશ કરી રહ્યો છે. જ્યારે મહિલા વારંવાર આવી બોસ પર પ્રહાર કરે છે અને મોબાઇલ દેખાડે છે.

મીડિયાના અહેવાલ મુજબ મહિલાનો આરોપ છે કે તેના બોસે ત્રણ વખત અશ્લિલ મેસેજ મોકલ્યા. એટલું જ નહીં તે ઓફિસની અન્ય મહિલાઓ સાથે પણ ફલર્ટ કરવાની કોશીશ કરતો હતો. જ્યારે વીડિયોમાં બોસ કહેતો દેખાય છે કે તેણે આ મેસેજ માત્ર જોક ખાતર મોકલ્યા હતા.

બોસ ગરીબી નાબૂદીના સરકારી ઓફિસનો ડેપ્યુટી ડાયરેક્ટર

રિપોર્ટ મુજબ બોસનું નામ વોન્ગ છે. તે ગરીબી નાબૂદીના સરકારી ઓફિસનો ડેપ્યુટી ડાયરેક્ટર હતો. પરંતુ આ ઘટના (Chinese woman hit boss)પછી તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર મહિલાને બહુ સમર્થન મળી રહ્યું છે. તેને બોસ સાથે કરેલા વ્યવહાર માટે સપોર્ટ પણ કરી રહ્યા છે.

દરમિયાન ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ વોંન્ગ આંતરિક તપાસ બાદ દોષી ગણાયો. તેમાં એવું પણ કહેવાયું છે કે તે ગેરશિષ્ત વ્યક્તિ છે અને અવારનવાર પોતાની મર્યાદા ભૂલી જાય છે. આ ઘટના બાદ વોન્ગ સામે પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રશિયાએ ભારત-પાકિસ્તાન સાથેના પોતાના સંબંધોની કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

The Chinese woman hit the boss

The Chinese woman hit the boss

મહિલા સામે કોઇ પગલું લેવાયું નહીં

બીજી બાજુ સરકારી તંત્રે બોસની ધોલાઇ કરનારી મહિલા સામે કોઇ એકશન લીધુ નહીં હોવાનું રિપોર્ટમાં છે. માનવામાં આવી રહ્યું છે કે મહિલા માનસિક પરેશાનીનો સામનો કરી રહી હોવાથી પણ તંત્રે તેની સામે કોઇ પગલું લીધું નહીં. Chinese woman hit boss

નોંધનીય છે કે ચીનની મહિલા કાર્યકર લૂ પિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આવી ઘટનામાં મોટાભાગે મહિલાઓને શૌષણ સહન કરીને પણ ચૂપ રહેવું પડે છે. કારણ કે મોટાભાગે વર્કપ્લેસમાં થતા શારીરિક શૌષણમાં મહિલાઓને નોકરી ગુમાવવાનો ડર હોય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat