Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સરહદ પર જ નહી, ભારતના અર્થતંત્રમાં પણ ચીનની ઘુસણખોરી

સરહદ પર જ નહી, ભારતના અર્થતંત્રમાં પણ ચીનની ઘુસણખોરી

0
237

• ભારતના માર્કેટ પર ચીનની મજબૂત પકડ
• Paytm, Ola, Zomato જેવી કંપનીઓમાં ચીનનું રોકાણ
• ભારતના નવા સ્ટાર્ટઅપ્સમાં ચીને પોતાની મૂડી રોકી
• ચીની કંપનીઓ ભારતમાંથી મોટો નફો રળી રહી છે

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વર્ષો બાદ હિંસક અથડામણ થઈ, જેમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા છે. આ ઘટનાને પગલે દેશભરમાં લોકોમાં આક્રોશ ભભૂક્યો છે. આ દરમિયાન ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કારની અપીલ કરવામાં આવી રહી છે. જો કે જે પ્રકારે ચીન ભારતીય સરહદ પર ઘુસણખોરીનો પ્રયત્ન કરે છે. તેના કરતાં ફણ મજબૂત પકડ તેએ ભારતની અર્થ વ્યવસ્થામાં જમાવી દીધી છે.

દેશના અનેક જાણીતા સ્ટાર્ટઅપ્સમાં ચાઈનીઝ કંપનીઓનું મોટુ રોકાણ છે. આ ઉપરાંત સ્માર્ટફોનથી લઈને અનેક સામાનો તૈયાર કરનારી અનેક ચીની કંપનીઓ ભારતમાં મોટો નફો રળી રહી છે. તો ચાલો જાણીએ કંઈ-કંઈ કંપનીઓ મારફતે ચીને ભારતીય અર્થ વ્યવસ્થામાં ઘુસણખોરી કરી છે…

આ પણ વાંચો: હથિયાર વિના સૈનિકોને સરહદ પર કેમ મોકલ્યા? રાહુલના પ્રશ્નનો ભાજપે આપ્યો જવાબ

જૈક માનું અલીબાબા ગ્રુપ
ચીનના ઉદ્યોગપતિ જૈક માની અલીબાબ ગ્રુપની ફાઈનાન્સિયલ કંપની ANT Financial એ ભારતના અનેક મોટા સ્ટાર્ટ્સઅપમાં રોકાણ કરી રાખ્યું છે. Paytm અને Snapdeal જેવી કંપનીઓમાં અલીબાબા ગ્રુપે લાખો ડૉલરનું રોકાણ કર્યું છે.

દેશની લગભગ 7 કંપનીઓમાં અલીબાબા ગ્રુપે 2.7 અબજ ડૉલરની મૂડી રોકી રાખી છે. આટલું જ નહીં Paytm તરફથી શરૂ કરવામાં આવેલી ઈ-કૉમર્સ કંપની PayTm મૉલમાં પણ અલીબાબાએ મોટું રોકાણ કર્યું છે.

Tencentનું ભારતમાં રોકાણ
Tencent આ પણ એક ચાઈનીઝ કંપની છે. જેણે ભારતમાં સ્ટાર્ટઅપ્સ સેક્ટરમાં મૂડી રોકી છે. ફ્લિપકાર્ટ, સ્વિગી અને ઓલા જેવી કંપનીઓ પણ તેમાં સામેલ છે.

ચીનમાં મેસેજિંગ એપ WeChatનું મેનેજમેન્ટ કરનારી કંપની Tencentએ ભારતમાં અંદાજે 15 સ્ટાર્ટઅપ્સમાં 2 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જેમાં ખાતા બુક, માય ગેટ, પોલિસી બાઝાર અને ઉડાન જેવા સ્ટાર્ટઅપ્સમાં Tencentનું રોકાણ છે.

Shunwei Capitalનું રોકાણ
ચાઈનીઝ કંપની શુન્વેઈ કેપિટલે ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો, સોશિયલ કૉમર્સ સાઈટ Meesho અને મેસેજિંગ એપ ShareChatમાં રોકાણ કર્યું છે. કંપની તરફથી ભારતમાં અંદાજે 17 સ્ટાર્ટઅપ્સમાં 129 મિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કંપનીઓમાં LetsTransport અને Mylo જેવા સ્ટાર્ટઅપ્સ સામે છે. જે હાલ પ્રાથમિક તબક્કામાં જ છે. આટલું જ નહીં, ચાઈનીઝ કંપની હિલહાઉસ કેપિટલે પણ ભારતમાં મોટુ રોકાણ કર્યું છે.

Xiaomiનું પણ જંગી રોકાણ
ચીનની દિગ્ગજ સ્માર્ટફોન કંપની શાઓમીએ પણ ભારતમાં ShareChat અને Krazybee જેવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યો છે. શાઓમી ભારતના સ્માર્ટફોન માર્કેટની સૌથી મોટી ભાગીદાર છે. આટલું જ નહીં, ભારતમાં કંપનીના CEO મનુકુમાર જૈને તાજેતરમાં જણાવ્યું હતું કે, Xiaomi ભારતના 100 જેટલા સ્ટાર્ટઅપ્સમાં 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.

ભારતને ઘેરવા માટે ચીને પાડોશી દેશોને કેવી રીતે પોતાની જાળમાં ફસાવ્યા?