Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ચીનની ઇકોનોમીમાં રેકોર્ડબ્રેક ઉછાળો, 2021ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળામાં 18.3% વૃદ્ધિ

ચીનની ઇકોનોમીમાં રેકોર્ડબ્રેક ઉછાળો, 2021ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળામાં 18.3% વૃદ્ધિ

0
47

ચીનની અર્થવ્યવસ્થામાં 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઉછાળ આવ્યો છે. શુક્રવારે રજૂ થયેલા નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS)ના આંકડાઓ અનુસાર, દર વર્ષના આધાર પર ચીનની જીડીપી વિકાસ દર પ્રથમ ત્રિમાસિકમાં 18.3 ટકા નોંધાઇ છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, 1993માં પ્રથમ વખત આંકડાઓ પબ્લિશ થયા પછી કોઈપણ ત્રિમાસિકમાં સૌથી વધારે વિકાસ દર છે.

NBSના પ્રવક્તા લિયુ આઈહુઆ અનુસાર, આ તેજ ઉછાળો આંશિક રૂપથી અતુલનીય કારકો જેવા પાછલા વર્ષના લો બેસ આંકડાઓ અને કામના દિવસોમાં વધારાન કારણે આવ્યો છે.

જોકે, તેમને માન્યું કે ત્રિમાસિક-દર-ત્રિમાસિક આધારિત ગ્રોથને ધીમી રિકવરીનું પ્રદર્શન કર્યું છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા (ચીન) 2020માં એકમાત્ર એવી ઈકોનોમી હતી, જેમાં વિકાસ જોવા મળ્યો હતો. ચીનની અર્થવ્યવસ્થાને તેની ઔદ્યોગિત ગતિવિધિઓ અને કોરોના કાળમાં આશાથી સારા નિકાસના કારણે મજબૂતી મળી છે.

2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનનો જીડીપી દર -6.8 ટકા નોંધાયો હતો. જોકે, તે પછી તેમા ખુબ જ ઝડપી રિકવરી આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat