Gujarat Exclusive > દેશ-વિદેશ > બાઈડેનના શપથ લેતાની સાથે જ ટ્રમ્પની ટીમ વિરૂદ્ધ ચીને ભર્યા આકરા પગલા

બાઈડેનના શપથ લેતાની સાથે જ ટ્રમ્પની ટીમ વિરૂદ્ધ ચીને ભર્યા આકરા પગલા

0
122

અમેરિકામાં જો બાઈડેનની નવી સરકાર આવતાની સાથે જ ચીને ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ વિરૂદ્ધ મોટા પગલા ભર્યા છે. ચીને અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયો, પૂર્વ એનએસએ રોબર્ટ ઓ બ્રાયન સહિત ટ્રમ્પ સરકારના નવ અધિકારીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે.

ચીનના વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં કહ્યું, “પાછલા કેટલાક વર્ષોમાં અમેરિકામાં કેટલાક ચીન વિરોધી સ્વાર્થી રાજનેતાઓએ પોતાના રાજકીય હિતોને સાધવા અને ચીન વિરૂદ્ધ પોતાના પૂર્વગ્રહોના કારણે અમેરિકા અને ચીનના લોકોના હિતોને નજર અંદાજ કરવામાં આવ્યા. અમેરિકન નેતાઓએ સુનિયોજિત રીતે એવા પગલાઓ ભર્યા જેમાં ચીનના આંતરિક કેસોમાં હસ્તક્ષેપ થઈ રહ્યો છે. આ પગલાઓથી ચીનના લોકો અપમાનિત થયા અને અમેરિકા-ચીનના સંબંધોને નુકશાન પહોંચ્યું. ચીનની સરકાર દેશોની સંપ્રભુતા, સુરક્ષા અને હિતોની રક્ષા કરવા માટે બધી રીતે પ્રતિબદ્ધ છે.”

ચીને અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયો, પૂર્વ એનએસએ રોબર્ટ બ્રાયન અને જોન બોલ્ટન સહિત ટ્રમ્પ સરકારમાં સામેલ આઠ લોકો પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીનના પ્રતિબંધ હેઠળ હવે તે અમેરિકન નેતા અને તેમના પરિવારના સભ્ય ચીન, હોંગકોંગ અને મકાઉમાં પ્રવેશ કરી શકશે નહીં. પ્રતિબંધિત કરવામાં આવેલા અમેરિકન અધિકારી અને તેના સંગઠન અથવા કંપનીઓ હવે ચીન સાથે કોઈ રીતે વ્યાપાર કરી શકશે નહીં.

અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ટ્રમ્પ પ્રશાસને અંતિમ દિવસે એક નિવેદનમાં વીગર મુસલમાનોને લઈને ચીનની કડક ટીકા કરી હતી. પોમ્પિયોએ કહ્યું હતુ કે, ચીને વીગર મુસલમાનોનું દમન કરીને નરસંહાર કર્યો છે. માઈક પોમ્પિયોએ કહ્યું, મારૂ માનવું છે કે, ચીનનો નરસંહાર હજું પણ યથાવત છે. આપણે જોઈ શકીએ છીએ કે, ચીની કોમ્પ્યુનિસ્ટ પાર્ટીની સરકાર સુનિયોજિત રીતે વીગરોને તબાહ કરી નાખ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9