Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીન: વુહાનમાં કોરોનાનો નવો કેસ મળ્યો, આખી વસ્તીનો થશે ટેસ્ટ

ચીન: વુહાનમાં કોરોનાનો નવો કેસ મળ્યો, આખી વસ્તીનો થશે ટેસ્ટ

0
80

બેઇજિંગ: ચીનના વુહાનમાં એક વર્ષની અંદર કોરોના વાયરસ સંક્રમણના નવા કેસ સામે આવ્યા બાદ સ્થાનિક તંત્રએ આખી વસ્તીના કોવિડ-19 ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. વુહાન જ ચીનનું તે શહેર છે જ્યા પ્રથમ વખત કોરોના વાયરસ સંક્રમણ ફેલાયુ હતું અને હવે આશરે એક વર્ષ બાદ વુહાનમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો છે.

વુહાનમાં સ્થઆનિક અધિકારી લી તાઓએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યુ કે જલ્દી તમામ લોકોનું ન્યૂક્લિયક એસિડ ટેસ્ટ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ચીની શહેર વુહાનની વસ્તી 1 કરોડથી વધારેની છે.

આ પહેલા સોમવારે વુહાનના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે શહેરના પ્રવાસી મજૂરોમાં કોરોના સંક્રમણના સાત કેસ મળ્યા છે. આ કેસ ત્યારે સામે આવ્યા જ્યારે 2020ની શરૂઆતના મહિનામાં કોરોના સંક્રમણના પ્રકોપ પર ચીને સફળતાપૂર્વક કાબુ મેળવવાનો દાવો કર્યો હતો, તે બાદથી લગભગ એક વર્ષ સુધી વુહાનમાં સંક્રમણનો કોઇ કેસ સામે આવ્યો નહતો.

આ પણ વાંચો: ચીને કોરોના વાયરસને લેબમાં ભયંકર રૂપ આપ્યું: અમેરિકન રિપોર્ટ

વુહાનમાં વાયરસ સંક્રમણ ફેલાયા બાદ ચીન પોતાના નાગરિકોને તેમના ઘરમાં કેદ કરી દીધા હતા. સાથે જ ઘરેલુ વાહન વ્યવહાર સુવિધાને પણ બંધ કરી દીધી હતી અને મોટા પાયા પર લોકોને કોવિડ ટેસ્ટિંગ માટે અભિયાન ચલાવ્યુ હતું. વુહાનમાં કેટલાક મહિના સુધી કોરોના વાયરસ સંક્રમણનો પ્રકોપ જોવા મળ્યો હતો. વિશ્વના સૌથી પ્રભાવિત શહેરોમાં વુાહન ટોપમાં સામેલ હશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat