Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકા બાદ ચીને પણ રાતાગ્રહ મંગળ પર ઉતાર્યું રોવર, વિશ્વનો બીજો દેશ બન્યો

અમેરિકા બાદ ચીને પણ રાતાગ્રહ મંગળ પર ઉતાર્યું રોવર, વિશ્વનો બીજો દેશ બન્યો

0
44
  • ચીની યાન તિયાનવેન-1 ત્રણ મહિના સુધી મંગળ ફરતે ચક્કર લગાવી સપાટી પર ઉતર્યું
  • ઓર્બિટરને 687 દિવસનું ટાસ્ક, જ્યારે રોવર મંગળ પર 90 દિવસ સુધી રહેશે

બોઇજિંગઃ અમેરિકા બાદ ભારતના પાડોશી ચીને પણ મંગળ પર સફળતાપૂર્વક રોવર (China Mars Mission) ઉતારી દીધું. આવું કરનાર તે વિશ્વનો બીજો દેશ બન્યો છે. ચીને જુલાઇ 2020માં તિયાનેવ-1 લેન્ડર મંગળ તરફ મોકલ્યું હતું. જે 15 મેની વહેલી સવારે આશરે 5 વાગે મંગળની સપાટી પર લેન્ડ થયું. મંગળની સપાટી પર ઉતરતા પહેલાં તિયાનવેન-1એ ત્રણ મહિના સુધી મંગળ ગ્રહના ચક્કર લગાવ્યા બાદ લેન્ડિંગ કર્યું છે.

તિયાનવેન-1 લેન્ડર ત્યાર બાદ પોતાની સાથે લઇ ગયેલ ઝુરોંગ રોવર લઇ રાતા ગ્રહની સપાટી પર આગળ વધ્યું હતું. આ બંને પોતાના ઓર્બિટરથી છૂટા પડ્યા અને જેવા મંગળના વાયુમંડળમાં પ્રવેશ્યા…કે  તેમના ડરના 7 મિનિટનો સમયગાળો શરુ થઇ ગયો હતો.

ઝુરોંગ રોવર મંગળના યુટોપિઆ પ્લનેશિયા વિસ્તારમાં ઉતર્યું

ચીને જોકે ડરનો સમય 9 મિનિટ રાખ્યો હતો. ત્યાર બાદ ઝુરોંગ રોવર મંગળના યુટોપિઆ પ્લનેશિયા વિસ્તારમાં ઉતર્યું. આ વિસ્તાર મંગળના ઉત્તર ગોળાર્ધમાં ઉલ્કાપિંડના ટકરાવવાથી બનેલી ખીણમાં સ્થિત છે.

આ પણ વાંચોઃ ટૌકતે વાવાઝોડાએ પકડી રફતારઃ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ત્રાટકવાની સંભાવના

તિયાનવેન-1એ લેન્ડિંગ પહેલાં પોતાના નાના લેન્ડિંગ રોકેટ્સ ઓન કરી દીધા. જેના કારણે તિયાનવેનની સ્પીડ ઘટી ગઇ અને થોડી સેકન્ડમાં જ તે ધીમે-ધીમે રાતાગ્રહની સપાટી પર ઉતરી ગયું. ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેષ (CNSA)એ પ્રારંભમાં પોતાના મિશનના લેન્ડિંગના ન્યૂજ જાહેર કર્યા નહતા. તેની માહિતી ચીની વેબસાઇટ CTGNએ આપી હતી. ત્યાર બાદ મકાઉ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઇન ચાઇનાએ આની માહિતી આપી હતી.

મંગળનો એક દિવસ પૃથ્વી કરતા 40 મિનિટ લાંબો

ચીને ઝુરોંગ નામ તેના આગ દેવતા પરથી રાખ્યું છે. તિયાનવેન લેન્ડર પર એક રેન્પ બનેલું છે. જેના દ્વારા રોવર નીચે ઉતર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે રોવર મંગળ પર 90 દિવસ રહેશે. જે પૃથ્વીના 93 દિવસ જેટલા છે. કારણ કે મંગળ પર દિવસ પૃથ્વી કરતા 40 મિનિટ લાંબો હોય છે.

મંગળ પર ઉતરતા પહેલાં તિયાનવેનના ઓર્બિટરને રાતાગ્રહની લાલ માટીના મિશ્રણ અને બરફની તપાસ કરી છે. માનવામાં આવે છે કે યુટોપિયા પ્લેનેશિયામાં બરફના પાણીની માત્રા બહુ વધારે છે. ત્યાં માટીની નીચે બરફની ચાદરો હોઇ શકે છે. નાસાનું વાઇન્ડિંગ-2 પણ વર્ષ 1976માં આ સ્થળે જ ઉતર્યું હતું.

ઝુરોંગ (China Mars Mission) એક 6 વ્હીલ્સનું રોવર છે. તે નાસાના સ્પિરિટ રોવર અને ઓપોર્ચ્યુનિટી સમાન છે. તેના પર 6 સાયન્ટિફિક ઇન્સ્ટ્રૂમેન્ટ્સ લાગે છે. જેમાંથી બે પેનોરોમિક કેમેરા, ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર અને મેગ્નેટિક ફિલ્ડ ડિંગેક્ટર છે. તેમાં એક લેઝર પણ છે. જે પથ્થરોને તોડી શકે છે. જેથી તેનાં ક્પોઝનનો અભ્યાસ કરી શકાય.

ઝુરોંગ રોવર લાલગ્રહની સપાટીનો અભ્યાસ કરશે. જ્યારે ઓર્બિટરથ તેની ચારે બાજુ ચક્કર લગાવતું રહેશે. ઓર્બિટરને 687 દિવસના ચક્કર લગાવવાનું મિશન અપાયું છે. જ્યારે લેન્ડર ઝુરોંગ અને ઓર્બિટર વચ્ચે સંપર્ક સ્થાપિત કરશે. ઉપરાંત ઓર્બિટર થકી પૃથ્વીનો સંપર્ક પણ કરી શકાશે.

આ પણ વાંચોઃ ‘મોદીજી અમારા બાળકોની વૅક્સિન વિદેશ કેમ મોકલી?’ પોસ્ટર લગાવનારા 9ની ધરપકડ

2011માં રશિયા સાથેનું ચીની મિશન ફેલ ગયું હતું

તિયાનવેન-1 મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થનાર ચીનનું પ્રથમ મિશન છે. ચીને પોતાનું પ્રથમ મિશન આમ તો 2011માં શરુ કર્યું હતું. જેનું નામ યિંગઉઓ-1 હતું. તેને રશિયન ફોબોસ ગ્રાન્ટ માર્સ સેમ્પલ રિટર્ન મિશન સાથે મોકલવામાં આવ્યું હતું. પરંતુ તે નિષ્ફળ ગયું હતું. તે સીધુ પ્રશાંત મહાસાગરમાં ખાબક્યું હતું. જેથી સ્પેસક્રાફટ નષ્ટ પામ્યું હતું.

ચીન અને અમેરિકા ઉપરાંત રશિયા (પૂર્વ સોવિયેત યુનિયન) જ એવો દેશ હતો, જેણે માર્સ પર લેન્ડર મોકલ્યું હતું. પરંતુ તે નિષ્ફળ નિવડ્યું હતું. ઉપરાંત યુરોપિયન સ્પેસ એજન્સીએ બે વખત મંગળ પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પરંતુ બંને વખતે સ્પેસક્રાફ્ટ મંગળ પર જ તૂટી પડ્યા હતા. China Mars Mission

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat