Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ચીન વિરોધ: ‘આત્મનિર્ભર ભારત’ મુહિમ છતાંય સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ચીન

ચીન વિરોધ: ‘આત્મનિર્ભર ભારત’ મુહિમ છતાંય સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ચીન

0
26

હૈવી મશીનરી માટે ભારત ચીન પર નિર્ભર

નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે થયેલા ઘર્ષણમાં જ્યારે આપણા 20 જવાન શહીદ થયા. ત્યારે દેશમાં ચીન વિરોધી વલણ શરૂ થયુ હતુ. દરેક જગ્યાએ ચીન અને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની વાતો થઇ હતી. પછી ‘આત્મનિર્ભર ભારત’ની મુહિમ પણ શરૂ થઇ. પરંતુ ચીન વિરોધનું પરિણામ કંઇ ક બીજું નિકળ્યું. આજે ચીન ફરીથી ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર બની ગયો છે. China Indias Biggest Trade Partner 

મુખ્ય મુદ્દાઓ

  • સરહદ વિવાદ છતાંય ચીનની ભારતમાં વાપસી
  • 2018 પછી ફરીથી ભારતનો ટોપ ટ્રેડ પાર્ટનર બન્યો ચીન
  • 2019માં ચીનને પાછળ છોડી અમેરિકા આગલ નિકળી ગયો હતો
  • 2020માં ચીને ફરી બાજી મારી
  • ત્રીજા સ્થાને UAE

ચીનથી વસ્તુની આયાત થઇ, આત્મનિર્ભર ભારત અને સરહદ વિવાદ ભુલાયો!

કોમર્સ મંત્રાલય, ભારત સરકારના પ્રોવિઝનલ આંકડા જણાવે છે કે ચીન એકવાર ફરી ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર બની ગયો છે. આંકડા પર વિશ્વાસ કરીએ તો ગત વર્ષે એટલે 2020માં ભારત અને ચીન વચ્ચે 77.7 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો છે. જોકે આ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે, પરંતુ બાદશાહત ચીને જ બનાવી છે. ગત વર્ષે અમેરિકા આ મામલે ટોપ પર હતો. ભારત અને અમેરિકા વચ્ચે 2019માં 90.1 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. 2017, 18, 19 અને 20 સુધીની વાત કરીએ તો આ ચાર વર્ષોમાં ત્રણ વખત ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ચીન રહ્યો છે.

આ પણ વાંચો: ‘ખાનગી ક્ષેત્રને તક મળે તો 60 દિવસમાં 50 કરોડ લોકોને રસી આપવી સંભવ’

ઉલ્લેખનીય છે કે સરકાર અને સરકારના મંત્રી તથા નેતા અવાર-નવાર આત્મનિર્ભરનો રાગ આલાપતા હોય છે, જ્યારે દર તહેવારે ચીની વસ્તુઓની હોળી દહન કરવામાં આવે છે, બહિષ્કાર કરવામાં આવે છે. જે દુકાનમાં ચીની વસ્તુઓ મળે છે, ત્યાં તોડફોડ અને મારામારી કરવામાં આવી છે. તેમ છતાંય મોટા પ્રમાણમાં ખરીદી થાય છે. China Indias Biggest Trade Partner 

  • ચીનની ઘણી એપ્લિકેશનો પર પ્રતિબંધ, પરંતુ હેવી મશીન ખરીદવા માટે આપણે ચીન પર જ નિર્ભર

  • ભારત 51 ટકા હૈવી મશીનરી ચીનથી આયાત કરે છે

  • છેલ્લા ચારમાંથી ત્રણ વર્ષ ટોપ પર રહ્યો ચીન China Indias Biggest Trade Partner 

ભારતમાં ટોપ ટ્રેડ પાર્ટનર 2017થી 2020 સુધી

વર્ષ ચીન અમેરિકા       UAE  
2017 84.7 બિલિયન ડોલર 70.8 બિલિયન ડોલર 53.1 બિલિયન ડોલર
2018 90.4 બિલિયન ડોલર  85.6 બિલિયન ડોલર 55.6 બિલિયન ડોલર
2019 85.5 બિલિયન ડોલર 90.1 બિલિયન ડોલર 60.3 બિલિયન ડોલર
2020 77.7 બિલિયન ડોલર 76.0 બિલિયન ડોલર 42.0 બિલિયન ડોલર
સ્ત્રોત: મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, ઇન્ડિયા (નોટ: 2020ના આંકડા પ્રોવિઝનલ છે)

માત્ર ભારત જ નહીં આ દેશોનો પણ સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે ચીન China Indias Biggest Trade Partner 

  • અમેરિકાને પાછળ છોડી યૂરોપિયન યૂનિયનનો પણ સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ચીન બની ગયો છે.
  • 2020માં ચીન અને યૂરોપિયન યૂનિયન વચ્ચે 710 બિલિયન યૂએસ ડોલરનો ગુડ્સ ટ્રેડ થયો છે.
  • 2020માં જર્મનીનો પણ સૌથી મોટો ટ્રેડડ પાર્ટનર (258 બિલિયન યૂએસ ડોલર) ચીન છે. આટલું જ નહીં ગત પાંચ વર્ષોથી ચીન જર્મનીનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat