બેઇજિંગ: ચીનમાં કોવિડનો પ્રકોપ ફરી વધવાનો શરૂ થઇ ગયો છે. જેને કારણે સરકારે લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. ચીનના શહેર ચેંગડૂમાં ગુરૂવારથી લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે, જેનાથી દોઢ કરોડથી વધારે લોકો પ્રભાવિત થશે. આ જાહેરાત હેઠળ ગુરૂવાર સાંજે છ વાગ્યાથી નાગરિકોને અનિશ્ચિત કાળ સુધી ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
ચીન ઝીરો કોવિડ પોલિસીને અપનાવનારી મોટી અર્થવ્યવસ્થા છે, જયા કોવિડ વાયરસને ખતમ કરવા માટે તુરંત લૉકડાઉનની જાહેરાત કરવા, મોટા પાયે ટેસ્ટ કરાવવા અને નાગરિકોને લાંબા ક્વોરન્ટાઇનમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે. ચીન એક એવો દેશ છે જ્યા કોવિડના કેટલાક કેસ મળતા જ ત્યા તંત્ર સાવચેતીના પગલા ભરવાનું શરૂ કરી દે છે તથા નાગરિકો પર કેટલાક પ્રતિબંધ મુકવામાં આવે છે.
દક્ષિણ-પશ્ચિમના ચેંગડૂ શહેરમાં એક ઓફિશિયલ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે રહેવાસીઓને ઇન્ફેક્શનની નવી લહેરનો મુકાબલો કરવા માટે ગુરૂવાર સાંજે 6 વાગ્યાથી ઘરમાં રહેવુ જોઇએ.
નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે દરેક પરિવારને દરરોજ કરિયાણુ અને અન્ય જરૂરી સામાનને ખરીદવા માટે એક વ્યક્તિને બહાર મોકલવાની પરવાનગી હશે. જોકે, શરત માત્ર એટલી રહેશે કે 24 કલાકમાં તેનો ટેસ્ટ નેગેટિવ હોવો જોઇએ. તંત્રએ તમામ નાગરિકોને કહ્યુ છે કે ગુરૂવાર અને રવિવાર વચ્ચે કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
સ્થાનિક લોકોને કહેવામાં આવ્યુ- શહેર ના છોડો
લોકોને આગ્રહ કરવામાં આવ્યો કે જ્યાર સુધી જરૂરી ના હોય ત્યા સુધી શહેરને ના છોડો. મહામારી નિયંત્રણની વર્તમાન સ્થિતિ અસામાન્ય, જટિલ અને ગંભીર છે. ચેંગડુમાં ગુરૂવારે 157 નવા કેસ નોંધાયા છે જેમાંથી 51માં કોઇ લક્ષણ જોવા મળ્યા નથી.
Advertisement