Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનના વુહાનમાં બે અઠવાડિયામાં 1 કરોડ જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરાયા

ચીનના વુહાનમાં બે અઠવાડિયામાં 1 કરોડ જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરાયા

0
372

વુહાન: ચીને કોરોના વાઈરસ સંક્રમણને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. ભારતમાં ચીનના રાજદૂત સૂન વીડોંગે જણાવ્યું કે, ચીનના વુહાનમાં ગત બે અઠવાડિયામાં અંદાજે 1 કરોડ લોકોની કોરોના વાઈરસના સંક્રમણની તપાસ કરવામાં આવી. જો કે આ દરમિયાન Covid-19 સંક્રમણનો એક પણ કેસ સામે નથી આવ્યો.

જો કે આ દરમિયાન લક્ષણો વિનાના 300 સંક્રમિતો જોવા મળતા તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમના કોન્ટેક્ટમાં આવનારા 1174 લોકોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જેનાથી અન્યોને સંક્રમણ થવાનો ખતરો છે. જણાવી દઈએ કે, વુહાનને જ કોરોના વાઈરસનું એપીસેન્ટર માનવામાં આવે છે.

આ લક્ષણો વિનાના એવા દર્દીઓ છે. જેમને કોરોના વાઈરસના સામાન્ય લક્ષણો જેવા કે, તાવ, ઉધરસ કે ગળામાં દુ:ખાવો જોવા મળ્યા નહતા. આમ છતાં ટેસ્ટમાં તેઓ સંક્રમિત મળી આવ્યા છે. અગાઉ એવી જાણકારી આપવામાં આવી હતી કે, ચીનમાં કોરોનાના 15 નવા કેસો સામે આવ્યા છે.

જણાવી દઈએ કે, ચીનમાં સોમવાર સુધી કોરોના વાઈરસના કુલ 83,022 કેસો સામે આવ્યા છે. જેમાંથી 73ની હાલ સારવાર ચાલી રહી છે. જ્યારે 78,315 લોકો સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 4,634 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

હાઈકોર્ટની ફટકાર બાદ આરોગ્ય વિભાગનો નિર્ણય, ખાનગી લેબમાં કોરોના ટેસ્ટને લઈને પરિપત્ર જારી