Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી, થેલેસેમિયાગ્રસ્ત બાળકનો લોહી ચડાવ્યા બાદ રિપોર્ટ HIV પોઝિટિવ

રાજકોટમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી, થેલેસેમિયાગ્રસ્ત બાળકનો લોહી ચડાવ્યા બાદ રિપોર્ટ HIV પોઝિટિવ

0
92

રાજકોટ: રાજકોટમાં બ્લડબેન્ક અને સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજકોટમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકનું લોહી ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્ર્ન હોસ્પિટલને આપી દેવામાં આવ્યુ હતું. બાદમાં હોસ્પિટલે ચેક કર્યા વગર બાળકને બ્લડ ચડાવી દીધુ હતું અને હોસ્પિટલમાં બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શહેરમાં બાળક થેલેસેમિયાગ્રસ્ત હોવાથી તેના પિતા દર 15 દિવસે બ્લડ ચડાવતા હતા. બ્લડ બેન્કે લોહી ચેક કર્યા વગર જ તેને બ્લડ ચઢાવી દીધુ હતું. બાળક એક વર્ષનો હતો ત્યારથી સિવિલમાં આવેલી કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં લોહી ચઢાવવામાં આવતી હતી. બ્લડ સેમ્પલના અમુક રિપોર્ટ કરાવવામાં આવતા હતા અને દર છ મહિને HIV ટેસ્ટ કરવામાં આવતો હતો.

4 જાન્યુઆરીએ સિવિલમાં બાળકને તેના પિતા લોહી ચઢાવવા લઇ ગયા હતા. આ દરમિયાન નિયમ અનુસાર HIV ટેસ્ટ થયો હતો જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અંતે ડૉક્ટરને પૂછતા તેમણે તપાસ કરવા જણાવ્યુ હતું.

આ પણ વાંચો: બોન્ડેડ ડૉક્ટર્સની ફરજીયાત કોવિડ ડ્યુટી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી

કોંગ્રેસનું પ્રદર્શન, કલેક્ટર

થેલેસેમિયાગ્રસ્ત બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોંગ્રેસે પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડાની આગેવાનીમાં પીડિત બાળક અને પરિવાર સાથે કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. પરિવારના લોકોએ પીડિત બાળકના રિપોર્ટ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9