નવી દિલ્હી: નોઇડા સ્થિત દવા કંપનીની બે કફ સિરપને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ એલર્ટ જાહેર કર્યુ છે. ઉઝબેકિસ્તાનમાં કફ સિરપ આપ્યા બાદ બાળકોના મોત માટે જવાબદાર ગણ્યા બાદ WHOએ આ ચેતવણી જાહેર કરી છે અને બાળકોને આ દવા ના પીવડાવવાની સલાહ આપી છે. AMBRONOL સિરપ અને DOK-1 Max સિરપનું ઉત્પાદન મૈરિયન બાયોટેક પ્રા.લિમિટેડ તરફથી કરવામાં આવે છે.
Advertisement
Advertisement
પોતાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા એલર્ટમાં WHOએ કહ્યુ કે આ દવા કંપનીના ઉત્પાદક માનક પર યોગ્ય નથી ઉતરતા. WHO અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ ક્વોલિટી કંટ્રોલ લૈબમાં કફ સિરપના નમૂનાની તપાસમાં જાણવા મળ્યુ કે બન્ને ઉત્પાદનમાં ડાયાથિલીન ગ્લાઇકૉલ અને એથિલીન ગ્લાઇકૉલની માત્રા બિન જરૂરી સ્તર સુધી છે.
ગત વર્ષે ડિસેમ્બરમાં ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે મેરિયન બાયોટેક પ્રા.લિમિટેડ તરફથી નિર્મિત કફ સિરપ પીતા 18 બાળકના મોત થયા હતા. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યુ કે આ એલર્ટમાં કહેવામાં આવ્યુ કે ખરાબ ઉત્પાદન અસુરક્ષિત છે અને વિશેષ રીતે બાળકોમાં તેમના ઉપયોગથી ગંભીર પરિણામ અથવા મૃત્યુ થઇ શકે છે.
દવા કંપનીનું લાઇસન્સ રદ
ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં સેક્ટર 67માં સ્થિત દવા કંપનીનું લાઇસન્સ ઉત્તર પ્રદેશ ખાદ્ય સુરક્ષા અને ઔષધિ એડમિનિસ્ટ્રેશન (FSDA)એ રદ કરી નાખ્યુ છે.
Advertisement