Gujarat Exclusive > દેશ-વિદેશ > જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સના બાળકોને મળશે MBBSમાં અનામત

જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સના બાળકોને મળશે MBBSમાં અનામત

0
93

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કરી જાહેરાત

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને 19 નવેમ્બરે જાહેરાત કરી છે કે કોરોના વાઇરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા COVID-19 વોરિયર્સના બાળકો માટે પાંચ સેન્ટ્રલ પૂલ સીટો અનામત રાખવામાં આવશે. આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ક્વોટા હેઠળ એમબીબીએસ અને બેચલર ઓફ ડેન્ટલ અભ્યાસક્રમો માટે આપવામાં આવેલ અનામત શૈક્ષણિક વર્ષ 2020-21થી લાગુ થશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે,

“આ એ તમામ કોરોના વોરિયર્સના સન્માન માટે છે જેમણે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે.”

કોરોના વોરિયર્સ હેઠળ કોણ આવશે?

– ભારત સરકાર કોરોના વોરિયર્સને એવા પબ્લિક હેલ્થકેર વર્કર્સ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે, કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ છે અને કોરોના દર્દીઓના સીધા સંપર્કમાં આવી શકે છે અથવા તેમની સારસંભાળ લઇ રહ્યા હોય અને તેનાથી પ્રભાવિત થવાનો ખતરો હોય.

આ પણ વાંચો: લોન મોરેટોરિયમ કેસમાં સુપ્રીમનું વલણઃ ક્રેડિટ કાર્ડધારકોને શેની રાહત?

વિદ્યાર્થીઓની પસંદગી કેવી રીતે થશે?

કેન્ડિડેટની પસંદગી મેડિકલ કાઉન્સિલ કમેટી (MCC) ઓનલાઇન એપ્લિકેશન દ્વારા NEET 2020માં આવેલી રેન્કના આધાર પર કરશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દર વર્ષે MBBS અને BDS કોર્સ માટે NEETની પરીક્ષા લે છે. MCC 15 ટકા ઓલ ઇન્ડિયા ક્વોટા માટે કાઉન્સિંગ કરે છે. જ્યારે રાજ્ય કમેટી 85 ટકા સ્ટેટ ક્વોટા માટે કાઉન્સિલિંગ કરે છે.

આ દરમિયાન સરકારે આ વર્ષે MBBS અને BDS એડમિશન માટે આતંકવાદી હુમલાના પીડિતોના પતિ/પત્ની અને બાળકો માટે અનામતને પણ મંજૂરી આપી છે. એવા માતા-પિતાના બાળકો, જે મુખ્ય રીતે આતંકવાદ સામે લડતા પોતાનો જીવ જોખમમાં નાંખી રહ્યા છે, એવા માતા-પિતાના બાળકો જે આતંકવાદી સંગઠનોની હિટ લિસ્ટમાં આવ્યા છે અને એવા પરિવારના બાળકો જેમનો પરિવાર કાશ્મીરથી સ્થળાંતરિત થઇ બીજે વસ્યા છે અથવા તેઓ વર્તમાનમાં પોતાના વ્યવસાય સહિત પોતાની આજીવિકાના સાધન અને પોતાની સંપત્તિ ગુમાવી ચુક્યા છે, તે બધા MBBS અને BDS એડમિશન માટે અનામત મેળવવા માટે પાત્ર છે.