અમદાવાદના પોશ વિસ્તારમાં ખાસ કરીને ઝાયડસ કેડિલા રોડ પર તમને જયેશ પટણીની ટોપલાં ભરેલી રીક્ષા જોવા મળે અને આ રીક્ષામાં બાળપણની રંગબેરંગી યાદો દેખાય. દરેક ટોપલામાં આ સમયે રાયણા, ફાલસા, સેતુર, ગોરાસાંબલી, આંબલી અને જાંબુ દરેક વ્યક્તિની આંખોને આકર્ષે. આકર્ષવાનું કારણ એ છે કે દરેક વ્યક્તિ પોતાના શાળા જીવન દરમ્યાન કોઈને કોઈ રીતે આ બધાં જ સાથે સંકળાયેલો હોય છે.
Advertisement
Advertisement
જયેશ પટણી આ યાદોરૂપી ફાલસા, રાયણા, સેતૂર અને આંબલી વેચીને બધાને બાળપણની યાદો તાજી કરાવે છે. મજાની વાત તો એ છે કે જયેશે પોતાની રિક્ષા પર ‘બચપન કી યાદેં’ એવું નામ આપ્યું છે.
જયેશ અમદાવાદની આજુબાજુના ગામડાંઓના સીમાડાઓ ખુંદીને સેતુર, ગોરાસાંબલી, રાયણા, આંબલી ઇત્યાદી લઈને આખો દિવસ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરે છે.
જયેશ કહે છે કે આ બધી વસ્તુઓ દરેક ઉંમરના વ્યક્તિને આકર્ષે છે. અલ્ટ્રા મોડર્ન અને મોંઘી કારવાળા પણ એક સમયે મારી લારીએ એટલા માટે ઊભા રહી જાય છે કારણ કે હું તેમના બાળપણ સાથે કનેક્ટ કરું છું. આ વસ્તુની આમ કોઈ કિંમત નથી. પરંતુ તે ભાવના સાથે જોડાયેલી વસ્તુ છે. બીએમડબલ્યુ લઈને જનારો પણ અહીં બે ઘડી ઊભો રહીને દરેક ટોપલીમાંથી બબ્બે દાણા ખાઈને પોતાનું બાળપણ યાદ કરે છે.
Advertisement