Gujarat Exclusive > The Exclusive > આણંદમાં ત્રણ વર્ષની બાળકીને પીંખી નાખનારાને ફાંસીની સજા

આણંદમાં ત્રણ વર્ષની બાળકીને પીંખી નાખનારાને ફાંસીની સજા

0
204

આણંદઃ નાની બાળકીઓ પર બળાત્કાર (child-rape) કરનારાઓને ફાંસીની સજાની માંગ ઉઠી રહી છે તેની વચ્ચે આણંદની કોર્ટે આવા એક નરાધમને ફાંસીની સજા ફટકારી છે.

2017માં બનેલી આ ઘટનામાં ખંભાત ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ભીણાવ ગામમાં સાડા ત્રણ વર્ષની બાકીના અપહરણનો (child-rape) ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યા અશ્લિલ વિડીયો

પોલીસે આ કેસની તપાસ કરતા તેમા બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ (child-rape) કરીને તેની હત્યા કરવાનું જધન્ય કૃત્ય થયું હોવાનું સામે આવ્યું હતું. આ ચુકાદાની જાણકારી આપતા સરકારી વકીલ નીતા પટેલે જણાવ્યું હતું કે આ ગુનો (child-rape)ખંભાત ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ફીણવા ગામે બન્યો હતો. તેમા મુખ્ય આરોપી રાજેશની ધરપકડ થઈ હતી. આજે આ ગુનામાં તેને સ્પેશિયલ પોસ્કો કોર્ટે સજા ફરમાવી છે અને હાઇકોર્ટમાં તેને મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે.

આ કેસમાં સજા પામનાર વ્યક્તિ રાજેશ વાઘરી પર લગભગ સાડા ત્રણ વર્ષની એક માસૂમ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ અને પછી તેની હત્યા (child-rape) કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સસરા પુત્રવધુની હાજરીમાં પરસ્ત્રીઓને ઘરમાં લાવી રંગરેલીયા મનાવતા

આ વ્યક્તિનો ગુનો કોર્ટમાં સાબિત થતાં આજે કોર્ટેતેને સજા ફટકારી છે. સમગ્ર દેશમાં બળાત્કારીઓને ફાંસીનો મુદ્દો ગૂંજી રહ્યો છેત્યારે ગુજરાતના એક નાનકડા ગામમાં ત્રણ વર્ષ પહેલા ઘટેલી ઘટનાઓના એક ગુનેગારને સજા ફટકારવામાં આવી છે.

સરકારી વકીલ નીતા પટેલને જણાવ્યું હતું કે ખંભાત ગ્રામીણ પોલીસ સ્ટેશનના ફીણવા ગામે આ બનાવ બન્યો હતો. આ કેસમાં પોલીસે આરોપી રાજેશની ધરપકડ કરી હતી.