Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર યુવકની ધરપકડ

ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર યુવકની ધરપકડ

0
171

અમદાવાદ શહેરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો વાયરલ કરતા શખ્સને સાઈબર ક્રાઈમે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સતત ફરતા થયા હતા. બાળકો સાથેના ખરાબ શારીરિક દ્રશ્યો હોવાથી આ દિશામાં પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરી હતી. જો કે, આ અંગે પોલીસ દ્વારા ઉંડાળપૂર્વક તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કે, આ આરોપી વીડિયો ડાઉનલોડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અપલોડ થયા હોવાની જાણ અમદાવાદ સાઇબર ક્રાઇમ વિભાગને થઇ હતી. પોલીસ બાળકો સાથેના આવા કૃત્યના વીડિયો સોશિયલ મીડિયા પર ક્યાંથી અપલોડ થાય છે તે શોધવાનો પ્રયાસ કરી રહી હતી. તે સમયે ચંદ્રભાગા બ્રિજ પાસે રહેતા સંજય ગાવરી નામના શખ્સની કડી મળી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા તેનો મોબાઇલ ફોન પોલીસે કબજે કરી લીધો હતો.

સંજય ગાવરીના ફોનનુ ટેકનિકલ એનાલિસિસ કરતા તેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મળી આવ્યા હતા. પોલીસે તેની પુછપરછ કરતા તે આ વીડિયો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. હાલ પોલીસે સંજયની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat