Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં ‘ચાઇલ્ડ પોર્નોગ્રાફી’ સંબંધિત આ તથ્ય તમને પરેશાન કરી દેશે

દેશમાં ‘ચાઇલ્ડ પોર્નોગ્રાફી’ સંબંધિત આ તથ્ય તમને પરેશાન કરી દેશે

0
261
  • યૂપીના ઇજનેરની ધરપકડ થયા પછી ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર ફરીથી ચર્ચા 

  • ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ગુનામાં મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગૂ થયા પછી 46, કેરળમાં 47 લોકોની ધરપકડ Child Pornography

  • લોકડાઉન દરમિયાન ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વપરાશમાં 95 ટકાનો વધારો

  • ઓનલાઇન ચાઇલ્ડ સેક્સુઅલ એબ્યૂઝ મટેરિયલ (CSAM) સૌથી વધુ ભારતમાંથી મળ્યા

  • NCRBના આંકડા મુજબ ભારતમાં 2018માં પોક્સો એક્ટ હેઠળ 39,827 કેસ દાખલ થયા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં 50 બાળકોના યૌન શોષણના સમાચારે ફરી એકવાર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ચર્ચા છેડાઇ છે. ભારતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો ચાઇલ્ડ પોર્નોગ્રાફીના શિકાર બને છે, અને આ તાજેતરમાં આવેલા કેસે ફરી પ્રશ્ન ઉભો કર્યો છે કે આખરે ભારત બાળકોની સુરક્ષા માટે શું કરી રહ્યો છે. Child Pornography

ચિત્રકૂટમાં એક જૂનિયર ઇજનેરની બાળકોનું યૌન શોષણ કરવા અને તેમના વીડિયો બનાવી ડાર્કવેબ પર વેચવાના આરોપમાં ધરપકડ કરાઇ છે. આરોપીનું નામ રામભવન છે, તેની ધરપકડ કરી જેલ ભેગો કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ આ ઇજનેર છેલ્લા 10 વર્ષથી આ કૃત્યુ કરી રહ્યો હતો. Child Pornography

રામભવન જેવા પીડોફાઇલ (બાળકો તરફ સેક્સુઅલી એટ્રેક્ટ થનાર લોકો) માત્ર એક શહેરમાં નથી, પરંતુ તેમના ધંધા સમગ્ર દેશમાં ફેલાયેલા છે. રિપોર્ટ મુજબ આરોપી રામભવન આ વિડીયો દેશ અને વિદેશોમાં પણ અનેક લોકોને વેચતો હતો. Child Pornography

આ પણ વાંચો: ક્યાક નાઇટ કરફ્યૂ તો ક્યાક લૉકડાઉન, ફરી ઘરોમાં કેદ કરશે કોરોના?

ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં અનેક જગ્યાએ થઇ ધરપકડ

તાજેતરમાં કેરળ અને મહારાષ્ટ્રથી પણ બે મોટા કેસ સામે આવ્યા છે. લોકડાઉન લાગૂ થયા પછી એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું હતુ કે મહારાષ્ટ્ર પોલીસે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં 133 એફઆઈઆર દાખલ કરી છે અને 46 લોકોની ધરપકડ કરી છે. તે સિવાય કેરળમાં પણ આ વર્ષે જૂન મહિનામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં 47 લોકોની ધરપકડ થઇ છે. કેરળ પોલીસે આ આરોપીઓ પાસેથી 140 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં પોલીસે તાબડતોડ દરોડા પાડ્યા હતા. Child Pornography

ઓગસ્ટના મહિનામાં છત્તીસગઢનું પાટનગર રાયપુરમાં પોલીસે બાળકો સંબંધિત પોર્નોગ્રાફી સમાગ્રીને અપલોડ અને ટ્રાન્સફર કરવાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી હતી. ઓગસ્ટમાં જ હૈદરાબાદમાં પોલીસે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટને બ્રાઉઝ કરવા, જોવા અને ઓનલાઇન અપલોડ કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: લવ જિહાદ શબ્દ કોમી વેર ભડકાવવા ભાજપની એક ચાલઃ અશોક ગેહલોત

લોકડાઉન દરમિયાન ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું કંજપ્શન વધ્યું

ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન ફંડને જાણવા મળ્યું કે લોકડાઉન દરમિયાન ભારતમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કંજપ્શનમાં 95 ટકાનો વધારો થયો છે. જ્યારે દેશના મોટા શહેરોમાં ‘ચાઇલ્ડ પોર્ન’, ‘સેક્સી ચાઇલ્ડ’ અને ‘ટીન સેક્સ વિડીયો’ નામથી ઇન્ટરનેટમાં સર્ચ વોલ્યુમમાં વધારો જોવા મળ્યો.

બાળ અધિકાર સંરક્ષણ આયોગે તેના પર ગૂગલ, ફેસબુક અને વોટ્સઅપને નોટિસ મોકલી જવાબ પણ માંગ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભારતે ગત વર્ષે અમેરિકા સ્થિત નોન-પ્રોફિટ સંગઠન નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોટેડ ચિલ્ડ્રન (NCMEC) સાથે ટાઇઅપ કર્યું હતું. NCMECને નાગરિકો, સર્વિસ પ્રોવાઇડર અને સોફ્ટવેરના માધ્યમથી ઓનલાઇન ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ અંગે માહિતી પ્રાપ્ત થાય છે. આ વર્ષે જાન્યુઆરી સુધી ભારતને ચાઇલ્ડ સેક્સુઅલ એબ્યૂઝ મટેરિયલ (CSAM)ના મામલાઓના 25,000 રિપોર્ટ્સ મળી ચુક્યા હતા. Child Pornography

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: પ્રતાપગઢમાં જાનૈયા ભરેલી બોલેરો ટ્રકમાં ઘુસી ગઇ, 14ના મોત

ઓનલાઇન સૌથી વધુ CSAM ભારતમાંથી

ધ હિંદુના એપ્રિલ 2020ના એક અહેવાલ મુજબ ઓનલાઇન ચાઇલ્ડ સેક્સુઅલ એબ્યૂઝ મટેરિયલ (CSAM) સૌથી વધુ ભારતમાંથી મળ્યા છે. આ ગ્લોબલ લિસ્ટમાં ટોપ ચાર દેશોમાં ત્રણ દક્ષિણ એશિયાના હતા. Child Pornography

પહેલા નંબરે ભારત- 11.7 ટકા

બીજા નંબરે 6.8 ટકા

ચોથા નંબરે 3.3 ટકા

આ પણ વાંચો: જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સના બાળકોને મળશે MBBSમાં અનામત

NCRBના આંકડા

જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલા NCRBના આંકડા મુજબ ભારતમાં 2018માં પોક્સો એક્ટ હેઠળ 39,827 કેસ દાખલ થયા, એટલે દરરોજ અંદાજે 109 કેસ. 2017ના આંકડા (32,608 કેસ) મુજબ 22 ટકા જેટલો વધારો થયો હતો. જ્યારે તેમાં રેપના અંદાજે 21,605 કેસ હતા, જેમાં 21,401 કેસ યુવતીઓ પર રેપ અને 204 યુવક પર રેપના હતા. Child Pornography

ભારતમાં કાયદો

ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને તેના સંબંધિત ગુનાઓ ભારતમાં પોક્સો એક્ટ હેઠળ આવે છે. તેના પર લગામ લગાવવા માટે ગત વર્ષે સરકારે તેની વ્યાખ્યામાં ફેરફાર કર્યો હતો. કેન્દ્રીય કેબિનેટે પોક્સો એક્ટમાં સુધારો કરી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગુનાના વ્યાપને વધાર્યો હતો. સુધારા પછી કોઇ બાળકને સામેલ કરતા sexually explicit conductનો કોઇ પણ વિઝ્યુઅલ ડિપિક્શન જેમાં તસવીર, વીડિયો, ડિજિટલ અથવા કોમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવેલી તસવીરનો ઉપયોગ થયો હોય, તેને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગણવામાં આવ્યું હતુ.