Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 2 દિવસમાં 4 બાળકી બની નરાધમોની હવસનો શિકાર

અમદાવાદમાં 2 દિવસમાં 4 બાળકી બની નરાધમોની હવસનો શિકાર

0
306
  • પાલડી, દાણીલીમડા, શહેરકોટડામાં 4 માસૂમ બાળકી વાસનાનો શિકાર Ahmedabad crime news
  • મહિલા સુરક્ષા સાથે હવે માસૂમ બાળકીઓની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થયા
  • ઢીંગલી અને રૂ.5 ચોકલેટના આપવાની લાલચે માસૂમ બાળકીઓને શિકાર બનાવી

અમદાવાદ : માસૂમ બાળકીઓને પડોશમાં રમવા મોકલતા એકલદોકલ છોડતા વાલીઓ માટે ચેતવા જેવા કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. શહેરમાં માસૂમ બાળકો સાથે બનેલી ચાર-ચાર ઘટનાને પગલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ મહિલા સુરક્ષા સાથે હવે માસૂમ બાળકીઓ (child harassment news) ની સુરક્ષા અંગે વિચાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં બે દિવસમાં ચાર બાળકીઓ નરાધમોની વાસનાનો ભોગ બની ચુકી છે.

બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પિતાની અંતિમવિધિ માટે 15 દિવસની રજા પર જેલમાંથી છૂટીને ઘરે આવ્યો હતો. આ નરાધમે દાણીલીમડામાં બે માસૂમ બાળકીને પોતાની હેવાનિયતનો શિકાર બનાવી હતી. શહેરકોટડા વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે નરાધમે અડપલાંની ઘટના બની તો પાલડીમાં 7 વર્ષની બાળકી સાથે સફાઈકર્મીના સગીર પુત્રે અડપલાં કર્યાં હતાં. આ તમામ ઘટનામાં આરોપીઓને પોલીસે ગણતરીનાં કલાકોમાં રાઉન્ડ અપ કરી લીધા હતાં.

દાણીલીમડા વિસ્તારમાં 6 અને 7 વર્ષની બે બાળકીઓ ઘર પાસે રમતી હતી. તે સમયે આરોપીએ બંન્ને બાળકીઓને ઢીંગલી અને રૂ.5 ચોકલેટના આપવાની લાલચ આપી હતી. બન્ને માસૂમને આરોપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ આરોપીએ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. બાળકીઓ સાથે થયેલા કૃત્યની જાણ પરિવારને થતાં પોલીસને જાણ કરી હતી. દાણીલીમડા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપી મોહંમદ રફીક ઉર્ફે કાલુ ઉર્ફે ટાઈમપાસ સફીભાઈ રંગરેજ (ઉં,30) રહે, રજબા શેઠની ચાલી, ઇસનપુરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: કોરોના કાળમાં રાજ્યની જેલમાંથી ભાગી છૂટેલા 1035 કેદીઓને પકડવા પોલીસ એલર્ટ

પોલીસ તપાસમાં આરોપી મોહંમદ રફીક 2014માં બાળકી પર દુષ્કર્મના કેસમાં ઇસનપુરમાં 2014માં પોકસો એકટ મુજબ પકડાયો હતો. આરોપી મોહંમદ રફીકના પિતા શફીભાઈનું અવસાન થતાં પિતાની અંતિમવિધિ માટે 15 દિવસની રજા પાર જેલમાંથી બહાર આવ્યો હતો. દરમિયાનમાં નરાધમ આરોપીએ કાયદાનો કોઈ ડર ના હોય તેમ બે બાળકીઓને નિશાન બનાવી હતી. Ahmedabad crime news

શહેરકોટડા વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે આરોપીએ અડપલાં કર્યા હતાં. આ ઘટનામાં બાળકીનું પોલીસે કાઉન્સેલીંગ કરાવ્યું અને 12 કલાકની જહેમત બાદ બાળકી સાથે બનેલી ઘટનાની વિગતો પોલીસને મળી હતી. ફરિયાદ કરતા ડરી રહેલા પરિવારને પોલીસે ગુનો દાખલ કરાવવા માટે હિંમત આપી હતી. શહેરકોટડા પોલીસે પોકસો એકટ મુજબ ગુનો નોંધી આરોપી શાહબાઝસિંગ ભદોરીયાની ધરપકડ કરી હતી.

બીજી બાજુ પાલડીમાં એક એપાર્ટમેન્ટમાં 7 વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. આ સમયે એપાર્ટમેન્ટમાં સફાઈકામ માટે આવતી મહિલા સફાઈકર્મીના 17 વર્ષના પુત્રે માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. કિશોરે બાળકીને એકાંતમાં લઈ જઈ તેની સાથે અડપલાં કર્યા હતાં. Ahmedabad crime news

શહેરમાં બે દિવસમાં ચાર-ચાર માસૂમ બાળકીઓ સાથે બનેલી ઘટના સમાજ અને વાલીઓ માટે આંચકારૂપ છે. માસૂમ બાળકીઓની સુરક્ષા અંગે પ્રથમ વાલીઓએ જાગૃત થવાનો અને વિચારવાનો સમય આવી ગયો છે. સંતાનોને એકલદોકલ રમવા માટે કે ઘરે મૂકીને જતાં વાલીઓ માટે આ ચેતવણીરૂપ ઘટના છે. Ahmedabad crime news

આ પણ વાંચો: આતંકી એલર્ટ : અમદાવાદમાં તહેવારો દરમ્યાન મોલ સહિત જાહેર સ્થળોએ CCTV ફરજિયાત