Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાથી બિહાર સરકારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું નિધન

કોરોનાથી બિહાર સરકારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું નિધન

0
21

બિહાર સરકારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું અવસાન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સારવાર હેઠળ હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના અવસાનને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. અગાઉ સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ સચિવ રવિ શંકર ચૌધરીનું કોરોનાના કારણે અવસાન થયું હતું.

1985ની બેચના આઈએએસ અધિકારી રહી ચુકેલા અરૂણ કુમાર સિંહ મુખ્ય સચિવ બન્યા તે પહેલા બિહારના વિકાસ અધિકારી હતા. આ વર્ષે જ તેઓ મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ પામ્યા હતા. જાણવા મળ્યા મુજબ 15 એપ્રિલના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે પછી તેમને પટના ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કેબિનેટની બેઠક દરમિયાન મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહના અવસાનના સમાચાર જાણીને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેબિનેટના સદસ્યોએ શોક વ્યક્ત કર્યો હતો. બિહારમાં અત્યાર સુધીમાં અનેક અધિકારીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat