ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપી દીધુ છે. રાજ્યપાલને મળીને મુખ્યમંત્રીએ રાજીનામુ આપ્યુ હતુ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. અમદાવાદમાં વેષ્ણોદેવી સર્કલ ખાતે સરદાર ભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોચ્યા હતા.
ગુજરાતના વિકાસની આ યાત્રા વડાપ્રધાનના નેતૃત્વમાં એક નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે નવા નેતૃત્વમાં આગળ વધશે, તે ધ્યાનમાં રાખીને મે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ છે.
નવા મુખ્યમંત્રી કોણ?
ગુજરાતના નવા મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરશે તેમ વિજય રૂપાણીએ કહ્યુ હતુ. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યુ કે, 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે. ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધન ઝડફિયાનું નામ ચર્ચામાં છે.
રૂપાણીએ કહ્યુ કે, હું પાર્ટીના સંગઠનમાંકામ કરતો રહીશ, પક્ષ જે કામ કહેશે તે કરતો રહીશ.મે રાજીનામુ આપ્યુ છે, મારી રીતે રાજીખુશીથી આપ્યુ છે. મંગળવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે અને તેમાં મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવાામં આવશે.