Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દશેરાએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજન કર્યું

દશેરાએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજન કર્યું

0
49

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં દરમિયાન પ્રજાને શુભકામનાઓ પાઠવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવે આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન વિજ્યાદશમી પર્વે શરૂ કરાવેલી શસ્ત્ર પૂજનની પરંપરામાં આ વખતે સહભાગી થવાની પોતાને તક મળી છે તેનો હર્ષ પણ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીના સલામતી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષ વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વિધિ મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં યોજાય છે.

આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો મળીને 50 જેટલા સુરક્ષા કર્મીઓ જોડાયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat