Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના મંદિર અને વીર મેઘમાયા સ્મારક અને વિશ્વ વિરાસત રાણકી વાવ નિહાળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના મંદિર અને વીર મેઘમાયા સ્મારક અને વિશ્વ વિરાસત રાણકી વાવ નિહાળી

0
1

ગુજરાતના મુખ્યમંત્રીએ રવિવારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જળ સે નળ તક યોજનાની મુલાકાત લીધા બાદ ઐતિહાસિક નગરી પાટણની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બપોરે બે કલાક બાદ પાટણ ખાતે આવી પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ સરવા ખાતે કલિકા માતાજી મંદિરે માતાજીના દર્શન પૂજન કર્યું હતું. ત્યારબાદ પાટણ શહેર નગરદેવી કાલીકા માતાના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં મહાકાળી મૈયાને નતમસ્તક પ્રણામ કરી આરતી ઉતારી માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વાવના બેનમુન શિલ્પસ્થાપત્યો નિહાળી અભીભૂત થયા હતા અને વિઝિટ બુકમાં નોંધ કરી હતી કે આજે ઐતિહાસીક નજરાણું રાણકી વાવને નિહાળવાનું સોભાગ્ય પ્રાપ્ત થયું. ભારતના ભવ્ય વર્ષાનું દર્શન થયું. ભવિષ્યના ભવ્ય ભારત માટે કામના સાથે વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જાહેરાત કરેલી પાટણ નગરી માટે નરેન્દ્ર મોદી સાહેબ ન ખૂબ ખૂબ આભાર આભાર એવી નોંધ કરી હતી.

ત્યારબાદ નવીન બની રહેલા વીર મેઘમાયા સ્મારક ની મુખ્યમંત્રીએ સંકુલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ વિશ્વ મેમોરીયલ ફાઉન્ડેશન એન્ડ રીચર્સ સેન્ટર અને સરકારના આર્થિક સહયોગથી રૂપિયા 11 કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલ સ્મારકની પણ મુલાકાત કરી હતી. જ્યાં મુખ્યમંત્રીની સાકર તુલા કરાઈ હતી. ત્યાર બાદ પાટણ સર્કિટ હાઉસ ખાતે અધિકારી સાથે બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી કાલિકા માતાજી મંદિર દર્શન કરી બહાર નીકળતા પાટણ નગર સ્થાપના દિવસ ઉજવણી સમિતી દ્વારા રાણીની વાવનો વિશ્વ વિરાસત દિવસની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ પાટણ નગરની સ્થાપના મહાવદ સાતમા (7) ના દિવસે થયેલ હોઈ વિવિધ સમાજો, વિવિધ સેવાકિય સંસ્થાઓ, નગરપાલિકા અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણ સ્થાપના દિવસની ઉજવણી છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે. તો માગણી છે કે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી પાટણ નગર સ્થાપના દિવસ મહાવદ સાતમના દિવસે ઉજવણી સમિતીના સંકલનથી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat