Gujarat Exclusive > રાજનીતિ > ચિદમ્બરમે મોદી સરકારના લૉકડાઉન નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- ‘આર્થિક પેકેજ પણ આપો‘

ચિદમ્બરમે મોદી સરકારના લૉકડાઉન નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- ‘આર્થિક પેકેજ પણ આપો‘

0
542

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કોરોના વાઈરસના જોખમ વચ્ચે દેશમાં આપવામાં આવેલા 21 દિવસના લૉકડાઉનને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. પોતાના નિવેદનમાં ચિદમ્બરમે જણાવ્યું કે, આપણે હાલના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને એક નવી લડાઈ તરીકે જોવી જોઈએ. જેમાં લોકો સૈનિક છે અને વડાપ્રધાન કમાન્ડર છે.

આ સાથે જ ચિદમ્બરમે લૉકડાઉન દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદોના હાથોમાં રોકડ અને ખોરાખ પહોંચાડવાના ઈરાદા સાથે સરકારને યોજનાનું સૂચન પણ કર્યું છે.

→ પીએમ કિસાન યોજના અંતર્ગત પેઈડ-પેયેબલ રકમને બેગણી 1200 રૂપિયા કરવી જોઈએ અને દરેક લાભાર્થીના બેંક એકાઉન્ટમાં વધારાની રકમ તાત્કાલિક ટ્રાન્સફર કરવામાં આવે
→ આ યોજના અંતર્ગત લીઝ ધારકે ખેડૂતોનો પણ સમાવેશ કરવામાં આવે. આ માટે રાજ્ય સરકાર પાસેથી લિસ્ટ લેવામાં આવે અને દરેક લીઝ ધારક ખેડૂતના બેંક એકાઉન્ટમાં 6000 + 6000= 12000 રૂપિયા બે હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે.
→ રજિસ્ટર્ડ MGNREGA મનરેગા વર્કર્સની યાદી તૈયાર કરવામાં આવે અને દરેક લાભાર્થીના બેંક એકાઉન્ટમાં 3000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે. શહેરી ગરીબો માટે બેંકોની શહેરી બ્રાંચો પાસેથી જન-ધન એકાઉન્ટની જાણકારી લેવામાં આવે અને દરેક લાભાર્થીઓના એકાઉન્ટમાં 6000 રૂપિયા જમા કરવામાં આવે.
→ આગામી 21 દિવસમાં એક વખત રાશનની દુકાનો મારફતે દરેક રાશનકાર્ડ ધારકને 10 કિલો ચોખા અથવા ઘઉં મફતમાં આપવા જોઈએ. આ માટે હોમ ડિલિવરીની વ્યવસ્થા કરવામાં આવે.
→ રજિસ્ટર્ડ એમ્પ્લોયર્સ (કોઈ પણ કાયદા અંતર્ગત નોંધાયેલા) પાસે નોકરી અને ભથ્થાના હાલના સ્તરને યથાવત રાખવા માટે જણાવવામાં આવે. આવા એમ્પ્લોયર્સને ગેરન્ટી આપવામાં આવે કે, ચૂકવણીના 30 દિવસની અંદર કર્મચારીઓના ભથ્થાની ભરપાઈ સરકાર તરફથી કરી દેવામાં આવશે.

→ વોર્ડ થવા બ્લોક સ્તર પર એક રજિસ્ટર ખોલવામાં આવે. જેમાં પોતાનું નામ, સરનામું અને આધાર નંબર નોંધવા માટે એવા લોકોની પસંદગી કરવામાં આવે જેમને ઉપર આપવામાં આવેલી કોઈ પણ શ્રેણી અંતર્ગત ચૂકવણી ના કરવામાં આવી. આ કેટેગરીમાં રોડ પર રહેતા અને અભાવગ્રસ્ત લોકો આવશે. ન્યૂનતમ વેરિફિકેશન બાદ દરેક નામનું એક બેંક એકાઉન્ટ ખોલવામાં (જો પહેલાથી ના હોય તો), તેને આધાર સાથે જોડવામાં આવે અને દરેક બેંક એકાઉન્ટમાં 3-3 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે.

→ કોઈ પણ પ્રકારના ટેક્સની ચૂકવણી માટે અંતિમ તારીખ 30 જૂન 2020 સુધી વધારવામાં આવે. બેંકોને પણ આદેશ આપવામાં આવે કે, તેઓ કોઈ પણ પ્રકારની EMIની ચૂકવણીની તારીખ 30 જૂન સુધી વધારી દે.
→ 1 એપ્રિલ થી 30 જૂન 2020 સુધી તમામ જરૂરી સામાન અને સેવા પર GST રેટ 5 ટકા સુધી ઓછો કરવામાં આવે.

કોરોનાનો ખૌફ: સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ગુજરાતના વેપારીઓની ગજબ તરકીબ