Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડવાનું બંધ કરો: છોટુ વસાવાનો CM રૂપાણીને પત્ર

માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડવાનું બંધ કરો: છોટુ વસાવાનો CM રૂપાણીને પત્ર

0
80
  • પોલીસ લોકોને ડરાવી ધમકાવી જો હુકમી કરી દંડ ઉઘરાવે છે: છોટુભાઈ વસાવાનો આક્ષેપ
  • અસંખ્ય લોકો ઓક્સિજન, વેન્ટિલેટર બેડની સુવિધાના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: BTP MLA છોટુ વસાવાએ સીએમ વિજય રુપાણીને પત્ર (Chhotu Vasava Letter to CM)લખી માસ્કના નામે લોકોને રંજાડવાનું બંધ કરવા પત્ર લખ્યો છે. છોટુભાઈ વસાવાએ આક્ષેપ કર્યો છે કે કોરોના કાળમાં સરકારે માસ્ક જ્યારે ફરજીયાત કર્યું છે ત્યારે પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડી રહી છે. તેમણે પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવવાનું બંધ કરવાની સીએમ સમક્ષ માગ કરી છે

કોરોના કાળમાં લોકો કોરોના સંક્રમીત ન થાય એ માટે સરકારે માસ્ક ફરજીયાત કર્યું છે. જે માસ્ક ન પેહરે એને દંડની જોગવાઈ પણ સરકારે કરી છે.સરકારના આ નિર્ણયનો BTP MLA છોટુભાઈ વસાવાએ વિરોધ કર્યો છે.એમણે CM રૂપાણી સમક્ષ પત્ર લખી રોષ વ્યકત કર્યો છે.

આ પણ વાંચોઃ ‘ડેટા બોલતા હૈ..!’: ગુજરાતમાં ઘટી રહેલા કોરોના પોઝિટિવ કેસોનો દાવો પોકળ

છોટુભાઈ વસાવાએ (Chhotu Vasava Letter to CM)જણાવ્યું છે કે કોરોના કાળમાં લોકો રોજે રોજ જીવનરક્ષક દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર બેડના અભાવે અને તંત્રની ઘોર બેદરકારીને લીધે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાની પોલીસ રોજ ગરીબ, નિર્દોસ અને મધ્યમવર્ગના લોકો પાસેથી માસ્ક તથા અન્ય કારણોસર હજારો રૂપિયા દંડ વસુલે છે.

ખેડૂત, વેપારીઓ, કારીગરો અને મજૂરો હેરાન

લોકો પાસે રોજગારી નથી, કામધંધા બંધ છે ત્યારે ખેડૂત, વેપારીઓ, કારીગરો અને મજૂરો હેરાન થઈ રહ્યા છે.આર્થિક મંદીમાં ફસાયેલા લોકોને ભરૂચ જિલ્લાની પોલિસ ડરાવી-ધમકાવી-જો હુકમી કરી દંડ વસૂલી રંજાડી રહી છે.એ ખરેખર નિંદનીય છે માસ્કના નામે દંડ ઉઘરાવવાનું બંધ થવું જોઈએ એવી મારી માંગ છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં માસ્કના નામે દંડ ઉઘરાવતી વખતે ઘણી વાર પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો બનતા હોય છે.અગાઉ વિપક્ષના ઘણા નેતાઓએ પણ આ મામલે CM રૂપાણીને રજૂઆતો કરી જ છે.માસ્કના નામે દંડ ઉઘરાવવાનું બંધ કરવાની BTP MLA છોટુભાઈ વસાવાની રજુઆત (Chhotu Vasava Letter to CM)નું શુ પરિણામ આવે છે એ જોવું રહ્યું.

આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કેસમાં HC એડવોકેટ એસોસિએશને સૂચનો રજૂ કર્યા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat