Gujarat Exclusive > દેશ-વિદેશ > છત્તીસગઢ: દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ

છત્તીસગઢ: દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ

0
60

છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે રવિવારે બપોરે અથડામણ થઈ છે. જેની અંદર અનેક નક્સલીઓ માર્યા ગયાની આશંકા છે. જેમાંથી એક નક્સલીનો મૃતદેહ મળ્યો છે. સુરક્ષાદળોના જવાનો અને કટેકલ્યાણ એરિયાના નક્સલીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આ અથડામણ દંતેવાડા અને જંગમપાલના જંગલોમાં હજી પણ ચાલી રહી છે.

પોલીસને જે એક નક્સલીનો મૃતદેહ મળ્યો છે તેની ઓળખ વેટ્ટી હુંગા તરીકે થઇ છે, જેના પર એક લાખ રુપિયાનું ઇનામ હતું. ઘટનાસ્થળ પરથી સુરક્ષાદળોએ બે કિલો આઇઇડી વિસ્ફોટક જપ્ત કર્યો છે. તે ઉપરાંત એક 8 એમએમ પિસ્તોલ, એક દેશી બંદૂક અને નક્સલી સાહિત્ય સાથે અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે.

આ ઘર્ષણમાં અનેક નક્સલીઓના ઘાયલ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના જણાવ્યા પ્રમાણે છત્તીસગઢમાં 8 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે. જેમાં બીજપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કંકેર, નારાયણપુર, રાજનંદગાંવ અને કોંડાગાંવનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયની વાર્ષિક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 10 વર્ષની અંદર 3,722 નક્સલી હૂમલા થયા છે. જેમાં 489 જવાન શહીદ થયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat