CM ઉદ્ધવ ઠાકરેનુંં મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાદવા 8 દિવસનું અલ્ટિમેટમ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોનાએ યુટર્ન લીધો. ખાદ્યમંત્રી અને NCP નેતા છગન ભુજબળ (chhagan bhujbal positive)પણ કોરોના ઝપટે આવી ગયા. તેમણે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોતોના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટમાં કોરોનાના કેસો વધતા અમરાવતી જિલ્લામાં ફરી લોકડાઉન લાગુ કરી દેવાયો. જ્યારે પૂણેમાં આકરા નિયંત્રણો લાદી દેવાયા.
મહારાષ્ટ્રની યુતિ સરકારના ખાદ્યમંત્રી અને એનસીપી નેતા છગન ભુજબળ (chhagan bhujbal positive)ને પણ કોરોના થઇ ગયો. તેઓ ગઇકાલે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે એક લગ્ન સમારંભમાં હાજર હતા. તેમણે છેલ્લા બે-ત્રણ દિવસમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના રિપોર્ટ કઢાવી લેવાની સલાહ આપી છે. સાથે જણાવ્યું કે તેમની તબિયત હાલ સારી છે. તમામ લોકો પોતાની કાળજી રાખે, માસ્ક, સેનિટાઇઝરનો નિયમિત ઉપયોગ કરે.
माझी कोरोना टेस्ट पॉझिटिव्ह आली आहे. गेल्या दोन तीन दिवसात माझ्या संपर्कात अलेल्या सर्वांनी आपली कोरोना टेस्ट करून घ्यावी.माझी प्रकृती उत्तम असून काळजी करण्याचे कारण नाही.कोरोनाच्या पार्श्वभूमीवर सर्व नागरिकांनी योग्य ती काळजी घ्यावी.मास्क,सॅनिटायझर चा नियमित वापर करा.#COVID19
— Chhagan Bhujbal (@ChhaganCBhujbal) February 22, 2021
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના ફરી વકરવાની દહેશત, ટેસ્ટિંગ ડોમ પાછા ઊભા કરાયા
ઉદ્ધવ કેબિનેટના 5 મંત્રી કોરોના પોઝિટિવ
નોંધનીય છે કે ભુજબળ સહતિ ઉદ્ધવ સરકારની કેબિનેટના 5 મંત્રીઓ કોરોના પોઝિટિવ (chhagan bhujbal positive)આવ્યા હતા. જેમાં જયંત પાટિલ, બચ્ચુ કદુ, રાજેન્દ્ર શિંગને, રાજેશ ટોપે અને છગન ભુજબળનો સમાવેશ થાય છે. મહારાષ્ટમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ યુટર્ન લીધો છે.
પોઝિટિવ રેટ 4.7 ટકાથી વધી સરેરાશ 8 ટકા થયો
દર્દીઓના પોઝિટિવ હોવાના કેસો વધી રહ્યા છે. તે 4.7 ટકાથી વધી 8 ટકા સરેરાશ થયો છે. જ્યારે મુંબઇના ઉનગરીય વિસ્તારોમાં આ આંકડો 19 ટકા છે તો નાગપુર (33), અમરાવતી (47), નાસિક (23) અકોલા (55) અને યવતમાલમાં 48 ટકા પોઝિટિવ રેટ થઇ ગયો છે. આ સાથે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6,971 નવા કેસ મળ્યા. જ્યારે 2,417 લોકો ડિસ્ચાર્જ થયા અને 35 લોકોનાં મોત થઇ ગયા.
જેમણે લોકડાઉન નથી જોઇતું તે માસ્ક પહેરેઃ ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં સાપ્તાહિક પોઝિટિવ રેટ 4.7 ટકાથી વધીને 8 ટકાએ પહોંચી જતાં તંત્રની ચિંતા વધી ગઇ છે. સીએમ ઉદ્વવ ઠાકરેએ ફરી લોકડાઉન લાદવા 8 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. તેમણે ચેતવણી આપી કે જેમણે રાજ્યમાં ફરી લોકડાઉન ન જોઇતું હોય તો માસ્ક પહેરે જેમને લોકડાઉન જોઇતું હોય તો તે માસ્ક ન પહેરે. પસંદગી તમારી છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ફરીથી વધ્યા કોરોનાના કેસો, CMએ કહ્યું- લોકો માસ્ક નહીં પહેરે તો લોકડાઉન લગાવવું પડશે
રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ
મહારાષ્ટ્રમાં કોરોના ઝડપથી વધતા કેસોએ રાજ્ય સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ આજે એટલે કે સોમવારે રાજ્યમાં ભીડભાડવાળા તમામ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે સ્થિતિ નહીં સંભાળાય તો રાજ્યમાં ફરી લોકડાઉન લાગી શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ રવિવારે લોકોને 8 દિવસનું અલ્ટિમેટમ આપતાં કહ્યું હતું કે જે લોકો લોકડાઉન નથી ઈચ્છતા તેઓ માસ્ક જરૂર પહેરે. પ્રાઈવેટ કંપનીને પણ વર્કફોર્મ હોમ પોલિસી અપનાવવા માટે કહેવાયું છે, જેથી ભીડથી બચી શકાય. આગામી 8થી 15 દિવસમાં અમને ખબર પડી જશે કે આ કોરોનાની નવી લહેર છે કે નહીં?
પુણેમાં રાત્રે 11થી સવારે 6 સુધી કરફ્યૂ લદાયો
પુણે જિલ્લા પ્રશાસને પણ નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે. અહીં રાતે 11થી સવારે 6 વાગ્યા સુધી લોકોના ઘરેથી નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. માત્ર ઈમર્જન્સીમાં જ લોકો બહાર નીકળી શકશે. શાળા-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાઈ છે.
અમરાવતીમાં જીવન જરુરી વસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ
મહારાષ્ટ્રના અમરાવતી મંડળના 5 અન્ય જિલ્લા અમરાવતી, અકોલા, વામિશ, બુલ્ઢાડા અને યવતમાલમાં પણ ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દેવાયા છે. અહીં જરૂરી સામાનોની દુકાનોને બાદ કરતાં બાકીની તમામ બંધ દુકાનોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાળા-કોલેજ, કોચિંગ સંસ્થા પણ બંધ રહેશે. લોકોને સવારે નવથી સાંજે 5 વાગ્યા સુધી જ સામાન ખરીદવાની છૂટ મળશે.