Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ચેન્ન્નાઇઃ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 227 રને નાલેશીભરી હાર

ચેન્ન્નાઇઃ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 227 રને નાલેશીભરી હાર

0
82
  • બીજા દાવમાં 420 રનના પડકાર સામે કોહલી અણી મંડળી 192 રને આઉટ
  • ચેન્નાઇમાં ભારત 22 વર્ષ બાદ હાર્યું, ઇંગ્લેન્ડનો અહીં સૌથી મોટો ટેસ્ટ વિજય

ચેન્નાઇઃ ઇંગ્લેન્ડે અત્રે ચેપોક સ્ટેડિયમાં રમાયેલી ટેસ્ટમાં ભારતને 227 રને હરાવી (Chennai Test India lost)દીધું. આ સાથે તેણે ચાર મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી લીધી. ઇંગ્લેન્ડની ભારતની ધરતી પર આ સૌથી મોટી જીત છે. અગાઉ 2006માં તેણે મુંબઇમાં 212 રને જીત મેળવી હતી.

ભારતને 22 વર્ષ બાદ ચેન્નાઇમાં પરાજયનો સામનો કરવો પડ્યો. છેલ્લે ટીમ ઇન્ડિયાનો અહીં 1999માં પાકિસ્તાન સામે 12 રને પરાજય થયો હતો. તે પછી ભારતે 8 મેચમાંથી 5માં વિજય મેળવ્યો હતો. જ્યારે ત્રણ મેચ ડ્રો કરી હતી.

આ પણ વાંચોઃ ચેન્નાઇ ટેસ્ટઃ મેચ બચાવવા ભારતને 381 રનની જરૂરઃ અશ્વિને લીધી 6 વિકેટ

‘તૂ ચલ મેં આયા’ની જૂની પરંપરા

ભારતને મેચ બચાવવા માટે 420 રનની જરુર હતી. પરંતુ તેના તમામ ખેલાડીઓએ ‘તુ ચલ મેં આયાની જૂની’ પરંપરા જાળવી રાખી એક પછી એક આઉટ થતા ગયા અને 192 રને તો બધા પવેલિયન ભેગા (Chennai Test India lost)થઇ ગયા. માત્ર કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 72 રન કર્યા. તેણે 104 બોલનો સામનો કર્યો 9 ચોગ્ગા માર્યા હતા.

શુભમન ગિલે કેરિયરની ત્રીજી ફિફટી મારી Chennai Test India lost

ઓપનર શુમન ગિલે પણ અર્ધ સદી (50) રન કર્યા. બાકીના ખેલાડી 15 રનથી વધુ કરી શક્યા નહીં. પ્રથમ દાવમાં અર્ધ સદી કરનારો સુંદર અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતનાર રહાણે શૂન્ય રને આઉટ થયા હતા. તે સિવાય નદીમ પણ ખાતુ ખોલાવી શક્યો નહતો.

પુજારા રુપી દિવાલ પણ વધુ ટકી નહી

ભારતે ગઇકાલના એક વિકેટે 39 રનથી રમવાની આજે શરુઆત કરી હતી. પરંતુ ધ વોલ પુજારા 58 રનના ટીમ સ્કોરે લીચને શિકાર થતાં ભારતને મોટો આંચકો લાગ્યો. તેણે 38 બોલમાં 15 રન કર્યા. પછી કેપ્ટન કોહલી ગિલ સાથે જોડાયો હતો. બંને સેટ થઇ ગયા પછી ગિલ એન્ડરસનની બોલિંગમાં બોલ્ડ થતાં વધુ એક ફટકો પડ્યો. પરંતુ ત્યાર બાદ રહાણે, પંત સહિત બાકીના ખેલાડીઓએ આવજા કરી હતી.

આ પણ વાંચોઃ ચેન્નાઇ ટેસ્ટઃ ટીમ ઇન્ડિયા 337 રને ઓલ આઉટ, ઇંગ્લેન્ડે ભારતને ફોલોઓન ન કર્યુ

13 ફેબ્રુઆરીથી શરુ થનારી બીજી ટેસ્ટમાં પડકાર

ઇંગ્લેન્ડ વતી જેક લીચે સૌથી વધુ 4 વિકેટ લીધી. જ્યારે જેમ્સ એન્ડરસને 3 અને આર્ચર, બેસ, સ્ટોકે 1-1 ખેલાડીને આઉટ કર્યા હતા. હવે 13 ફેબ્રુઆરીથી બીજી મેચ પણ અહીં જ રમાવાની હોવાથી ભારત પર ભારે દબાણ રહેશે.

ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું Chennai Test India lost

ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું છે. છેલ્લે તેણે ડિસેમ્બર 2012માં ઈડન ગાર્ડન્સ ખાતે ભારતને મ્હાત આપી હતી. તે પછી ભારતમાં બંને દેશ વચ્ચે 6 ટેસ્ટ રમાઈ હતી, જેમાંથી 4 ભારત જીત્યું અને 2 ટેસ્ટ ડ્રો થઇ હતી. રનચેઝમાં કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 24મી ફિફટી ફટકારતાં 72 રન અને શુભમન ગિલે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 50 રન કર્યા.

રનની દૃષ્ટિએ ભારતમાં ઓસીની સૌથી મોટી જીત

ભારતમાં રનની દૃષ્ટિએ ઇંગ્લેન્ડની આ સૌથી મોટી જીત ખરી . ભારતમાં સૌથી મોટી જીત ઓસ્ટ્રેલિયાના નામે છે. તેણે 2004માં નાગપુર ટેસ્ટમાં342 રને વિજય મેળવ્યો હતો. આ પહેલાં ઇંગ્લેન્ડે 1934માં ભારતને 202 રને હરાવ્યું હતું. પછી 1977માં ભારતને 200 રને હરાવ્યું હતું.

કોહલીની ટેસ્ટમાં 24મી અર્ધસદી

વિરાટ કોહલીએ સારી બેટિંગ કરતાં 104 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 72 રન કર્યા હતા. આ તેની ટેસ્ટમાં 24મી અર્ધસદી છે. બેન સ્ટોક્સના ગુડ લેન્થ પર પિચ થયેલા બોલને કોહલી ડિફેન્ડ કરવા ગયો પરંતુ બોલ બહુ લો રહ્યો અને કોહલીના બેટ નીચેથી જતો રહેતા કોહલી આઉટ થઇ ગયો.

આ પણ વાંચોઃ ચેન્નાઇ ચેપોક ટેસ્ટઃ ટીમ ઇન્ડિયા અંગ્રેજોને બે દિવસમાં પણ ઓલઆઉટ ન કરી શકી

અશ્વિનને આર્ચરનો બોલ હેલ્મેટ અને કાંડામાં વાગ્યો

ભારતીય ઇનિંગ્સની 39મી ઓવરમાં જોફરા આર્ચરનો બોલ રવિચંદ્રન અશ્વિનને કાંડામાં વાગ્યો હતો. અશ્વિને ફિઝિયોની મદદ લીધી, મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યો અને 2 મિનિટના બ્રેક પછી મેચ ફરી શરૂ થઈ. તે પછીનો બોલ જ અશ્વિનના હેલ્મેટ પર વાગ્યો હતો. ટીમ ઇન્ડિયાને લેગ બાયના 4 રન મળ્યા હતા. ફિઝિયો નીતિન પટેલે અશ્વિનનું કન્કશન પ્રોટોકોલ પ્રમાણે ચેકઅપ કર્યું અને તે પછી ગેમ ફરી શરૂ થઈ.

પંત અને સુંદર સસ્તામાં આઉટ

ઋષભ પંત 11 રને જેમ્સ એન્ડરસનની બોલિંગમાં કવર્સ પર જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. પંતે મિડવિકેટ પર બોલને મારવા બેટનું ફેસ જલ્દી ક્લોઝ કર્યું અને એન્ડરસનનો બોલ એજ લેવા જેટલો જ મૂવ થયો. તે પછી વી. સુંદર શૂન્ય રને ડોમ બેસની બોલિંગમાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat