Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ચેન્નાઇમાં કાલથી ભારત -ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ રમાશે, અક્ષરનું ડેબ્યુ સંભવ

ચેન્નાઇમાં કાલથી ભારત -ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ રમાશે, અક્ષરનું ડેબ્યુ સંભવ

0
85
  • કારોના બાદ પહેલી વખતે દેશમાં ક્રિકેટ નિહાળવા ચેપોકમાં ભારે ઘસારો
  • 87 વર્ષ બાદ એક જ ગ્રાઉન્ડ પર શ્રેણીની સતત  બે ટેસ્ટ મેચ રમાશે

ચેન્નાઇઃ ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે આવતી કાલ શનિવારથી બીજી ટેસ્ટ (Chennai 2nd Test)મેચનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. 87 વર્ષ બાદ ભારતમાં કોઇ એક ગ્રાઉન્ડ પર સતત બીજી ટેસ્ટ રમાશે. આ મેચમાં ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલ ડેબ્યુ કરી શકે છે. જ્યારે વોશિંગ્ટન સુંદરને બહાર કરવાની સંભાવના છે.

કોરોના કાળમાં આળરે 1 વર્ષ બાદ પહેલી વાર દેશમાં ક્રિકેટ મેચ જોવા પ્રેક્ષકોને મંજૂરી અપાઇ હોવાથી એમએ ચિદમ્બરમ્ (ચેપોક ) સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આમ તો ટિકિટનું વેચાણ ઓનલાઇન કરાયું હતું. પરંતુ ટિકિટ લેવા સ્ટેડિયમમાં જવાનું હોવાથી ભીડ ઉમટી પડી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગ્રા ઉડતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટ ભલે ગુમાવી, પણ બુમરાહે કર્યો આ મોટો રેકોર્ડ

50 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોની હાજરી રહેશે

chennai 2d test1

તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન( TNCA)ના અધિકારીએ જણાવ્યું કે બીજી ટેસ્ટ માટે ઓનલાઇન બુક કરાયેલી (Chennai 2nd Test)મેચની ટિકિટો 11 ફેબ્રુઆરીથી પ્રાપ્ત કરી શકવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ લોકો તેને ખોટું માની બેસ્યા અને સ્ટેડિયમ પર ભીડ શઇ ગઇ. પરંતુ થોડી વાર પછી પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવાયો હતો.

ટીમ ઇન્ડિયામાં મહત્વના ફેરફાર સંભવ

પ્રથમ મેચમાં 227 રનની હારને કારણે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. તેથી બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં મહત્વના ફેરફાર થઇ શકે છે. પ્રેકટ્સિ સેશનમાં ખેલાડીઓની હાજરીથી સંકેત મળે છે. મેનેજમેન્ટ આ વખતે ત્રણ સ્પેશિયલ સ્પિનરોને ઉતારી શકે છે.

અક્ષય પટેલ ઉપરાંત આર અશ્વિનને સાથ આપવા કુલદીપ યાદવ કે રાહુલ ચહરની પસંદગી થઇ શકે છે. આવું થતા વોશિંગ્ટન સુંદરને પેવેલિયનમાં બેસવુ પડી શકે. આમપણ પ્રથમ ટેસ્ટમાં તે સ્પેશિયલ સ્પિનર તરીકે દેખાયો નહતો.

ભારત ઘરઆંગણે સતત બે ટેસ્ટ હાર્યું નથી

છેલ્લા 8 વર્ષમાં ટીમ ઇન્ડિયા ઘરઆંગણે સળંગ બે ટેસ્ટ હારી નથી. અગાઉ ઇંગ્લેન્ડ સામે જ તેણે 2012માં સતત બે મેચ મુંબઇ અને કોલકાતામાં ગુમાવી હતી. એ શ્રેણી ઇંગ્લેન્ડે 2-1થી જીતી લીધી હતી. (Chennai 2nd Test) આ વખતે પણ હરિફ ટીમ ઇંગ્લેન્ડની જ છે. તેથી પુનરાવર્તન થાય તેવું ભારત ઇચ્છશે.

અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટ માટે પણ ટીમ મેનેજમેન્ટની પ્રથમ પસંદ હતો. પરંતુ મેચ શરુ થવાના થોડા સમય પહેલાં જે તે ઘાયલ થઇ ગયો. તો તેના સ્થાને શહેબાજ નદીમનો સમાવેસ કરાયો હતો. અક્ષયની બોલિંગ સ્પીડ નદીમ કરતા વધુ છે. જેના લીધે ઇંગ્લીશ બેટ્સમેનો માટે તેની સામે સ્વીપ શોટ મારવાનું સરળ નહીં રહે. ઉપરાંત અક્ષય પૂંછડિયા ખેલાડીઓમાં સારી બેટિંગ પણ કરી શકે છે.

આ પણ વાંચોઃ ચેન્નાઇ ટેસ્ટમાં શરમજનક હાર માટે શું રહાણે જવાબદાર- કોહલીએ શું કહ્યું?

સુંદર અને નદીમ ટીમમાંથી બહાર થઇ શકે

બીજી ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદર અને શહેબાજ નદીમ બહાર બેસી શકે છે. નદીમને અક્ષયની ઇજાને કારણે જગ્યા મળી હતી. જ્યારે સુંદર પ્રથમ ટેસ્ટમાં અસરકારક બોલિંગ કરી શક્યો. પ્રથમ મેચમાં તેની બેટિંગ કાબેલિયતને લીધે જ સ્થાન મળ્યું હતું. તેણે પ્રથમ ઇનિંગમાં અર્ધસદી પણ ફટકારી હતી. પરંતુ અહીં ખરો સવાલ ઇંગ્લીશ બેટ્સમેનોને ઓલઆઉટ કરવાનો છે. જેના માટે સ્પેશિયાલિસ્ટ બોલરોની જરૂર છે.

સિરાજને તક મળી શકે

બીજી ટેસ્ટમાં ઇશાંત અને બુમરાહ શરુઆતમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો પર પ્રભાવ પાડી શક્યા નહતા. તેથી બીજી ઇનિંગમાં કેપ્ટન કોહલીએ સ્પિનરો અશ્વિન અને સુંદર થી બોલિંગ આક્રમણ શરૂ કરાવ્યું હતું. જેનો ફાયદો પણ મળ્યો હતો. તેથી આ વખતે મુહમ્મદ સિરાજને (Chennai 2nd Test) તક મળી શકે છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થાય તો ઇશાંત કે બુમરાહમાંથી એકને બહાર થવું પડશે.

ઇંગ્લીશ ટીમમાં જોફ્રા આર્ચર ઘાયલ

ઇંગ્લેન્ડ ટીમની વાત કરીએ તો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઇજાને કારણે બીજી ટેસ્ટ નહીં રમી શકે. તેને જમણી કોણીમાં ઇજા થઇ છે. તેના સ્થાને સ્ટુઅર્ટ બ્રોડ રમી શકે છે. જ્યારે પ્રથમ ટેસ્ટમાં સીનિયર ફાસ્ટર એન્ડરસને બહુ સારી બોલિંગ કરી હતી. પરંતુ ઇંગ્લેન્ડની ટીમમાં રોટેશન પદ્ધિતિ (ખેલાડીઓને વારાફરતી તક આપવી) હોવાથી તેને આરામ આપવાનું હતું. પરંતુ આર્ચર ઘાયલ થતાં ઇંગ્લેન્ડ રિસ્ક નહીં લે. તેવું મનાય છે.

દેશમાં પહેલીવાર એક જ મેદાન પર સતત બે ટેસ્ટ

ભારતમાં પહેલી વાર એક જ મેદાન પર સતત શ્રેણી બે ટેસ્ટ રમાવા જઇ રહી છે. દેશમાં 87 વર્ષોથી ટેસ્ટનું આયોજન થઇ રહ્યું છે. ત્યારથી લઇ અત્યાર સુધી આવું ક્યારેય થયું નથી. વિદેશમાં ટીમ ઇન્ડિયા સતત બે મેચ એક ગ્રાઉન્ડ પર રમી ચૂકી છે. 1976માં વેસ્ટઇન્ડીઝના પ્રવાસે તેણે શ્રેણીમાં સતત બે મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમી હતી.

આ પણ વાંચોઃ ચેન્ન્નાઇઃ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 227 રને નાલેશીભરી હાર

 સંભવિત પ્લેઇંગ ઇલેવન ભારત

ભારતઃ રોહિત શર્મા. શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી( કેપ્ટન), અજિંકય રહાણે, ઋષભ પંત, અક્ષર પટેલ, અશ્વિન, કુલદીપ યાદવ/રાહુલ ચહર, મુહમ્માદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્મા (ત્રણમાંથી કોઇ બે).

ઇંગ્લેન્ડ ચાર ફેરફાર કર્યા

ઇંગ્લેન્ડની ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. બટલર, બેઝ,એન્ડરસન અને જોફ્રા આર્ચરના સ્થાને એન ફોક્સ, મોઇન અલી, સ્ટોન અને વોક્સનો સમાવેશ કર્યો છે.

ટીમ ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, ડોંમનિક સિબલી, ડેન લોરેન્સ, જો રુટ (કેપ્ટન), ઓલી પોપ, બેન સ્ટોક, બેન ફોક્સ (wk), મોઇન અલી, જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ અને ઓલી સ્ટોન

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat