Gujarat Exclusive > દેશ-વિદેશ > કેમેસ્ટ્રી માટે નોબેલ પ્રાઈઝની જાહેરાત, 3 વૈજ્ઞાનિકોને મળ્યુ સમ્માન

કેમેસ્ટ્રી માટે નોબેલ પ્રાઈઝની જાહેરાત, 3 વૈજ્ઞાનિકોને મળ્યુ સમ્માન

0
80

નોબેલ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2019 માટે કેમેસ્ટ્રીના નોબેલ પ્રાઈઝ વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં અમેરિકાના જોન બી. ગુડઈનફ, ઈંગ્લેન્ડના એમ. સ્ટૈનલી વિટિન્ઘમ અને જાપાનના અકીરા યોશિનોને સંયુક્ત રીતે કેમેસ્ટ્રી 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને લિથિયમ-આયન બેટરીના વિકાસ કરવા માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ફિઝિક્સ માટે નોબેલ એવોર્ડની જાહેરાત, 3 વૈજ્ઞાનિકોને મળશે સન્માન

 

અગાઉ મંગળવારે ફિઝિક્સ માટે નોબેલ પ્રાઈઝ 3 વૈજ્ઞાનિકો જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને ડિડિએર ક્વેલોજને આપવામાં આવ્યો હતો. આ સિવાય સોમવારે અમેરિકાના વિલિયમ કાયલિન અને બ્રિટેનના ગ્રેગ સેમેન્જા અને પીટર રેટક્લિફને મેડિસિનના ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ નોબેલ પ્રાઈઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

મેડિસિન ક્ષેત્રમાં નોબેલ વિજેતાઓના નામની જાહેરાત, આ ત્રણ વૈજ્ઞાનિકોને મળશે અવોર્ડ