Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વાહન ચાલકો માટે ખુશ ખબર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

વાહન ચાલકો માટે ખુશ ખબર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

0
3370

પાછલા 30 વર્ષોમાં તેલની કિંતમોમાં ઘટાડો જોવા મળ્યો નથી. સોમવારે જ્યારે એશિયા માર્કેટમાં ખુલ્યા તો કાચા તેલની કિંમત 30 ટકા ઘટી ગઈ હતી. જેવો જ વ્યાપાર શરૂ થયો, કેટલીક મીનિટોમાં જ એક બેરલ કાચા તેલની કિંમત 45 ડોલરથી ઘટીને 31.25 ડોલર થઇ ગઈ. ત્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.67.84 થયો જ્યારે ડિઝલનનો ભાવ રૂ.65.94 થયો છે. ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળશે.

અમદાવાદમાં વાહન ચાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પેટ્રોલના ભાવમાં જંગી વધારો જોવા મળી રહ્યો હતો અને તમામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.67.84 થયો જ્યારે ડિઝલનનો ભાવ રૂ.65.94 થયો છે. ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળશે.

તમને જણાવી દઈએ કે, સોમવારે તેલની કિંમતોમાં આવેલા ઘટાડાના કારણે સઉદી અરબે તેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત સાઉદી અરબે તે પણ કહ્યું કે, તેઓ કેટલાક ખાસ માર્કેટમાં પોતાના તેલ 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે મોકલશે. વિશ્લેષકોનું કહેવું છે કે, સઉદી અરબ અને રશિયા વચ્ચે તેલની કિંમતોને લઇને થનારી લડાઈનો આ પ્રથમ તબક્કો છે. સઉદી અરબ તેલની નીતિ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી ફાયનાન્સિયલ ટાઈમ્સ સમાચારે રિપોર્ટ આપી છે કે, સઉદી અરબ પોતાના તેલ ઉત્પાદન એક કરોડ બેરલ પ્રતિદિવસથી પણ વધારી શકે છે અને અહીં સુધી કે, આને એક કરોડ દસ લાખ બેરલ પ્રતિદિવસ સુધી લઈ જવામાં આવી શકે છે.

મુદ્રા બજારની સ્થિતિ

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ઐસીના દશક પછી નોર્વેની મુદ્રામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. મેક્સિકોની મુદ્રા પેસો માં પણ આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, રશિયા અને સાઉદી અરબ બંનેના નિશાના પર રહેનાર અમેરિકન તેલ કંપનીઓને પણ કિંમતોની લડાઈમાં નુકશાન ભોગવવું પડશે. કેટલીક અમેરિકન કંપનીઓ પહેલાથી દેવામાં ડૂબેલી છે. તેમાથી કેટલીકે તો હાલના વર્ષોમાં પોતાનું બિઝનેસ બંધ કરી દીધું ચે. કેટલીક સ્ટાફમાં છંટણી કરી રહી છે. તેવામાં બધી જ રીતે કોઈ ફાયદામાં લાગી રહ્યું છે તો તે કાર ડ્રાઈવર અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો છે, જે ઓછા પૈસામાં પોતાનું ટેંક ભરી શકે છે.

ભારત પેટ્રોલિયમ અને અનિલ અંબાણી પર ચોક્કસ આની નકારાત્મક અસર થઇ શકે છે. જોકે, સરકાર ઈચ્છે તો બે બિલાડીઓની લડાઈમાં દેશવાસીઓને ફાયદો કરાવી શકે છે.

સાઉદી અરબ અને રશિયા વચ્ચે ‘ક્રૂડ પ્રાઈઝ વોર’, તૈયાર થઇ જાઓ સસ્તા પેટ્રોલ-ડીઝલ માટે