Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > SBI ગ્રાહકો માટે ખુશખબર! પૈસાના લેવડ-દેવડ પર હવે નહીં લાગે ચાર્જ

SBI ગ્રાહકો માટે ખુશખબર! પૈસાના લેવડ-દેવડ પર હવે નહીં લાગે ચાર્જ

0
544

SBI ખાતાધારકો માટે ખુશખબરી આવી ગઈ છે. SBIએ RBIનું નિર્ણય માનની RTGS અને NEFT ચાર્જ હટાવી લીધા છે. રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કેટલાક સમય પહેલા આમ આદમી માટે મોટી જાહેરાત કરી હતી. SBIનો આ નિર્ણય 1 જૂલાઈ 2019થી લાગૂં થઈ ગયો છે. RBIના આ નિર્ણય બાદથી ઈન્ટરનેટ બેન્કિંગ સસ્તી થવા જઈ રહી છે. હવે RBIએ બેંકોને આ ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવાની અપીલ કરી છે. એવામાં હવે SBIથી RTGS અને NEFT કરવું સસ્તું થઈ જશે.

શું છે RTGS અને NEFT?

SBIમાં રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) 2 લાખ રૂપિયાથી વધારે રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં તત્કાલ ટ્રાન્સફલ કરવાની સુવિધા છે. જ્યારે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) 1 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની રાશિ ટ્રાન્સફર કરવાનો ઉપયોગ થાય છે. SBI પર હવે એક રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીનું મેક્સિમમ ફંડ વગર કોઈ ચાર્જ વગર NEFT અને RTGS દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.

RTGSથી કેટલા પૈસા કરી શકીએ ટ્રાન્સફર

આરટીજીએસ (RTGS)થી 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જોકે, આના માટે ખાસ સમય નિશ્ચિત છે. આરટીજીએસનું સંચાલન કરનાર રિઝર્વ બેંક (RBI)એ હાલમાં જ આરટીજીએસ ટ્રાન્સફર ટાઈમિંગમાં દોઢ કલાક સુધીનો વિસ્તાર પણ કર્યો છે.

RTGSની ટાઈમિંગ

આરટીજીએસ માટે કસ્ટમર ટ્રાન્જેક્શનની ટાઈમિંગ સાંજે 4.30 વાગ્યાથી વધારીને 6.00 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવી ટાઈમિંગ 1 જૂનથી લાગૂં થઈ ગઈ છે.

શું થાય છે NEFT

નેશનલ ઈલેક્ટોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દેશમાં બેંકો દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા અથવા એકથી બીજી જગ્યાએ મોકલવાની રીત છે. આ રીતનો ફાયદો સામાન્ય ગ્રાહક અથવા કંપની કોઈ અન્ય બ્રાન્ચ અથવા કોઈ અન્ય શહેરની શાખામાં કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન અથવા કંપનીને મોકલી શકે છે. આજની તારીખમાં લગભગ દરેક બેંકે એનઈએફટી ટેકનોલોજીને અપનાવી લીધી છે. આના દ્વારા ફંડ મોકલા માટે ગ્રાહકોને બધી જ રીતની જાણકારી મોકલવાની હોય છે.

NEFTની ટાઈમિંગ

સોમવારથી શુક્રવાર સુધી સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી દરેક કલાકે આ કામ કરે છે. શનિવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા વચ્ચે દરેક કલાકે એનઈએફટી કામ કરે છે. એનઈએફટીનો હાલમાં ખુબ જ ઉપયોગમાં લેવાઈ રહી છે.

IMPS ચાર્જ યથાવત

ધ્યાન રહે કે, બેંકે NEFT અને RTGSને ચાર્જથી મુક્ત કર્યા છે પરંતુ ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ એટલે IMPS દ્વારા ફંડ ટ્રાન્સફર પર ચાર્જ અત્યારે પણ ચાલું છે. જણાવી દઈએ કે, IMPS દ્વારા પૈસા તરત જ બેનિફિશિયરી એટલે રિસીવરના એકાઉન્ટમાં પહોંચી જાય છે, જે NEFT દ્વારા થતું નથી.

ખેડૂતોની આવક બેગણી કરનાર આ “જીરો બજેટ ખેતી” શું છે