Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કોરોનાની અસરઃ હરિદ્વાર કુંભમેળા બાદ ચારધામ યાત્રા પણ શ્રદ્વાળુઓ માટે રદ

કોરોનાની અસરઃ હરિદ્વાર કુંભમેળા બાદ ચારધામ યાત્રા પણ શ્રદ્વાળુઓ માટે રદ

0
42

ઉત્તરાખંડના CM તીરથ સિંહે કરી જાહેરાતઃ માત્ર પુજારીઓને પૂજા અને ધાર્મિક વિધિની મંજૂરી

દહેરાદૂનઃ દેશમાં વધતા કોરોનાની અસર ધાર્મિક યાત્રાઓ પર પણ પડી રહી છે. હરિદ્વારમાં યોજાયેલ કુંભમેળાને અધ્ધવચ્ચે બંધ કરાયા બાદ પવિત્ર ચારધામ યાત્રા પણ રદ (Chardham Yatra canceled)કરી દેવાઇ છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિને જોતા ચારધામ યાત્રા સસ્પેન્ડ કરાઇ છે. માત્ર પુજારીઓને પૂજા અને અન્ય ધાર્મિક વિધિ કકવાની પરવાનગી રહેશે.

આ પણ વાંચોઃ ફેસબુકે #ResignModi ટ્રેન્ડને બ્લોક કર્યું, બબાલ થતા ફરી રિસ્ટોર કર્યુ

14 મેથી યમુનોત્રીના કપાટ ખુલવાની સાથે યાત્રા શરુ થવાની હતી

ઉત્તરાખંડમાં 14 મેના રોજ યમુનોત્રીના કપાડ ખુલવાની સાથે જ ચારધામ યાત્રા શરુ થાય છે. ગત વર્ષે પણ ઉત્તરાખંડ સરકારે કોરોના મહામારીને કારણે ચારધઆમ યાત્રા પર પ્રતિબંધ (Chardham Yatra canceled)મૂકી દીધો હતો. પરંતુ ત્યાર બાદ 1 જુલાઇ 2020થી શ્રદ્ધાળુઓ માટે ચારધઆમ યાત્રા શરુ કરી હતી. પરંતુ તે પણ અનેક શરતો સાથે.

ગત વર્ષે જુલાઇમાં શરતોને આધારે યાત્રામૂ મંજૂરી

ગત વર્ષે તો યાત્રાળુઓ માટે જુલાઇમાં શરતોને આધીન યાત્રા શરુ કરવાની મંજૂરી અપાઇ હતી. પરંતુ આ વર્ષે ઉત્તરાખંડ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરુપ દેખાડ્યું છે. તેથી ચારધામ યાત્ર સંપૂર્ણપણે રદ કરાઇ છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોરોનાકાળમાં ચારધામ યાત્રા (Chardham Yatra canceled)સંભવ નથી.

નોંધનીય છે કે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પણ હરિદ્વારમાં કુંબમેળો ચાલુ રખાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવલે કુંભમેળામાં ગંગામાની આશીર્વીદથી કોરોના નહીં ફેલાવવાનો દાવો કર્યો હતો. પરંતુ કેટલાક મહંત સહિત અખાડાના અસંખ્ય સાધુઓ સંક્રમિત થતા મેળાને એધવચ્ચે બંધ કરવાની ફરજ પડી હતી.

દેશમાં 24 કલાકમાં 3600થી વધઉ મોત

ભારતમાં કોરોના નોનસ્ટોપ રેકોર્ડ કરી રહ્યો છે. દર રોજ નવા કેસો (India covid new cases)અને મૃત્યુઆંક વધતો જ જાય છે. ગુરુવારે પણ છેલ્લા 24 કલાકમાં 3600થી વધુ મોત કોરોનાથી નોઁધાયા. જ્યારે નવા કેસોની સંખ્યા પોણા 4 લાખની ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા 10 દિવસોથી રોજ 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃ નોનસ્ટોપ કોરોના રેકોર્ડઃ 24 કલાકમાં દેશમાં 3600થી વધુ મોત, પોણા 4 લાખથી વધુ નવા કેસ

સરકારી આંકડા મુજબ દેશમાં ગુરુવારે સવારે છેલ્લા 24 કલાકમાં 3.79 લાખ નવા દર્દી વધ્યા. જ્યારે એક દિવસનો મૃત્યુઆંક પણ વધીને 3645 થયો. નવા કેસ અને મૃત્યુના આ બંને આંકડા અત્યાર સુધીનો રેકોર્ડ છે. 27 એપ્રિલે 3.62 લાખ કેસ નોંધાયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat