Gujarat Exclusive > રાજનીતિ > પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની હશે કોંગ્રેસના CMનો ચહેરો, રાહુલ ગાંધીએ કરી જાહેરાત

પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની હશે કોંગ્રેસના CMનો ચહેરો, રાહુલ ગાંધીએ કરી જાહેરાત

0
6

પંજાબમાં કોંગ્રેસના સીએમ ચહેરાને લઈને સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે ચરણજીત સિંહ ચન્ની પંજાબમાં કોંગ્રેસનો સીએમ ચહેરો છે. આ પહેલા નવજોત સિંહ સિદ્ધુએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાહુલ ગાંધીના નિર્ણયને સ્વીકારશે. તેમણે કહ્યું કે કોઈ પણ સીએમ ચહેરો હોય, હું સાથે મળીને કામ કરીશ.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રાહુલ ગાંધીને બબ્બર સિંહ ગણાવતા કહ્યું કે હું 13 વર્ષથી ભાજપમાં હતો. તેમણે મને અહીં-તહીં પ્રચાર કરાવ્યો. હું તમારો ઋણી રહીશ. હું કોંગ્રેસનું ભલું ઈચ્છું છું. તેમણે કહ્યું કે હું આખી જીંદગી રાહુલજીનો આભારી છું કે તમે મને ચોથા વર્ષે જ અધ્યક્ષ બનાવી દીધો.

સીએમ ચહેરા અંગે સિદ્ધુએ કહ્યું કે રાહુલજી જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ. મુખ્યમંત્રી જે પણ હશે હું તેની સાથે કામ કરીશ. હું પંજાબનો આશિક છું. આ વખતે એન્જિનની જરૂર છે જે તમામ કોચને ખેંચી લે. સિદ્ધુએ પંજાબ મોડલ વિશે પણ વાત કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat