Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Chappal Kand: નીતીન પટેલ પર ચપ્પલ ફેંકનાર અને તેની પત્ની ભાજપના નેતા!!?

Chappal Kand: નીતીન પટેલ પર ચપ્પલ ફેંકનાર અને તેની પત્ની ભાજપના નેતા!!?

0
266
  • રશ્મિન પટેલ ભાજપનો શખસ હોવાનો ધરાર ઇનકાર
  • નીતીન પટેલ પર Chappal Kand મામલે રાજકારણ ગરમાયુ

વડોદરા/અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ પર કરજણમાં ચપ્પલ ફેંકવાની ઘટના (Chappal Kand) માં બુધવારે નવો વળાંક આવ્યો. 24 કલાકથી વધુ સમય અને 28 ગામો ફેંદયા બાદ શિનોરમાંથી પકડાયેલો ફેંકનાર સભ્ય કોંગ્રેસનો હોવાનો ભાજપે દાવો કર્યો હતો.

પરંતુ બુધવારે એવો ઘટસ્ફોટ થયો કે Chappal Kandનો સૂત્રધાર રશ્મિન પટેલ નામનો આ શખસ ભાજપનો જ સભ્ય છે. પરંતુ ભાજપ રશ્મિન પોતાના સભ્ય હોવાનો ઇનકાર કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ BREAKING : વિધાનસભાની 3 બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી, સર્વેમાં ખુલાસો

રશ્મિન 2010માં ભાજપ તાલુકા પંચાયતનો પ્રમુખ, તેની પત્ની શિનોરની સરપંચ હતી

મીડિયા રિપોર્ટ મુજબ રશ્મિન પટેલ 2010માં શિનોરમાં ભાજપ હસ્તકની તાલુકા પંચાયતનો કારોબારી પ્રમુખ હતો. ઉપરાંત તેની પત્ની 2011થી 2013 સુધી બે વર્ષ સુધી ભાજપની શિનોર સરપંચ રહી ચૂકી છે.

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ પર કરજણના કુરાલી ગામે 26 ઓકટોબરે ચપ્પલ ફેંકવા (Chappal Kand)ની ઘટના બની હતી. નીતીન પટેલ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમય જ ક્યાંકથી એક ચપ્પલ તેમની તરફ ફેંકવામાં આવ્યું હતું. તેને પગલે બહુ હોબાળો થયો હતો.

મુખ્યમંત્રી વિજય રુપાણીથી લઇ ભાજપના લગભગ તમામ વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઘટનાને ગંભીરતાથી લઇ વડોદરાના SP અને રેન્જ IGને ઘનિષ્ઠ તપાસ કરવાની સૂચના આપી હતી. ત્યાર બાદ વડોદરા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચના જવાનો જિલ્લાના 28 ગામોને ખૂંદી વળ્યા હતા.

અંતે શિનોરથી રશ્મિન પટેલ નામના શખસની ધરપકડ કરી વધુ તપાસ કરી હતી.

સીસીટીવી ફૂટેજ અને 28 ગામો ખૂંદ્યા બાદ રશ્મિન પકડાયોChappal Kand

પોલીસે જણાવ્યું કે, ચપ્પલ ફેંકાયા (Chappal Kand)ની ઘટના બાદ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી હતી. જેને પગલે 24 કલાકથી વધુ સમય બાદ મોબાઇલમાં વાતચીતના આધારે રશ્મિન પટેલ નામનો શખસ હાથ લાગ્યો હતો. તેણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવ્યું હોવાનું કબુલ્યું છે. રશ્મિન પટેલ શિનોરનો રહેવાસી છે.

આ પણ વાંચોઃ Lollipop News: હોબાળા બાદ Girnar Rope Wayના ભાડામાં રાહત, સી-પ્લેનનું ક્યારે?

પોલીસે જણાવ્યા મુજબ એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ને બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ આગળ ધપાવી હતી. એવી મીહિતી મળી હતી કે શિનોરનો રશ્મિન પટેલ નામાનો શખસ કોઇને ફોન પર કહી રહ્યો હતો કે,

“આપણો ચપ્પલ ફેંકવાનો પ્લાન સફળ રહ્યો. હવે આપણે સેલિબ્રેશન કરીશું.

ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પુછપરછ અને તેના મોબાઇલની ડિટેઇલમાં થોડીક માહિતી મળી હતી. કે રશ્મિને ઘટના બાદ અમિત પંડયા નામના કોઇ શખસ સાથે મોબાઇલ પર વાત કરી હતી. આ અંગેની ઓડિયો ક્લિપ પણ કબજે લેવાઇ છે. અમિત પંડયા વડોદરાનું હોવાનું જાણવા મળ્યું છે. તેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી છે.

રશ્મિન પટેલ પાસેથી કબજે લેવાયેલી ઓડિયો ક્લિપિંગમાં થયેલી વાતમાં રશ્મિન કહેતો સંભળાય છે કે,

“નીતીન પટેલ પર ચમ્પલ ફેંકવાનો આપણો પ્લાન (Chappal Kand)સફળ રહ્યો છે. મારા માણસો દ્વારા મે આ કામ કરાયું છે. તમારી થોડા દિવસ બાદ તેમની સાથે મીટિંગ કરાવી દઇશ.”

પ્રારંભમાં રશ્મિન પટેલ કોંગ્રેસી કાર્યકર હોવાનું કહેવાયું હતું. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તે અને તેની પત્ની ભૂતકાળમાં ભાજપના સક્રીય હોદ્દા પર હતા. પોલીસે રશ્મિન સામે કાવતરું રચવા અને હુલ્લડ તેમજ વિઘ્ન નાંખવાનો ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચોઃ દારુબંધી માત્ર ચોપડે! ભાજપ નેતાઓની હાજરીમાં દારુના અભિષેકથી રસ્તાનું ખાતમુહૂર્ત

ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટનો કોંગ્રેસ પર નિશાન

દરમિયાન ભાજપના ગુજરાતના મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે રશ્મિન પટેલ ભાજપનો સભ્ય હોવાનો કે તેને પક્ષ સાથે કોઇ સંબંધ હોવાનો ઇનકાર કરી દીધો. શબ્દશરણે જણાવ્યું કે “પકડાયેલી વ્યક્તિ ભાજપની નહીં પરંતુ કોંગ્રેસની સભ્ય છે. રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર્તા છે.

ભાજપના સભ્યોની યાદીમાં તેનું નામ પણ નથી. 2017માં કોંગ્રેસ માટે રશ્મિન પટેલે પ્રચાર કર્યો હતો. ભાજપમાં કોઇ પણ જૂથવાદ નથી. રશ્મિન પટેલ પર કડકમાં કડક કાર્યવાહી થઇ જોઇએ.