ગાંધીનગર: ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. માવઠુ થવાની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અમદાવાદ સહિતના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ. વાતાવરણમાં અચાનક પલટાને કારણે ઘઉં, મકાઇ, ચણાના પાકને નુકસાન થઇ શકે છે.
Advertisement
Advertisement
રાજ્યમાં એક તરફ ઠંડી અને ગરમીનો મિશ્રણ અહેસાસ થઇ રહ્યો છે ત્યારે વાતાવરણમાં પલટો આવતા ત્રણેય ઋતુનો એક સાથે અનુભવ થઇ રહ્યો છે. બે દિવસ પછી ઉતરાયણ છે ત્યારે વાતાવરણમાં પલટો આવતા પતંગ રસીકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
ગુરૂવાર સવારે અમદાવાદ, પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે. માવઠું થવાની વકીને પગલે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઇ છે. જો માવઠું થાય તો ઘઉં, મકાઇ, ચણાના પાકને નુકસાન થઇ શકે છે. રવિ સીઝનમાં વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવી શકે છે. ઉત્તર ભારતમાં બરફ પડી રહ્યો છે જ્યારે કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે જેને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ઉત્તર ભારત સહિત ઘણા રાજ્યમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો હુમલો ચાલુ છે. જોકે, બે દિવસમાં ઠંડીમાંથી રાહત મળી હતી પરંતુ બદલાતા હવામાનને કારણે ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, યુપી અને દિલ્હી સહિતના રાજ્યમાં ઝરમર વરસાદ પડવાની સંભાવના છે.
Advertisement