Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધોરણ 9થી 12ની પરીક્ષા પેપરની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો

ધોરણ 9થી 12ની પરીક્ષા પેપરની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો

0
8

ગુજરાત શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 9થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાને બદલે 30 ટકા પુછવામાં આવશે. અને, જનરલ પ્રશ્નોમાં વધારે ઓપ્શન આપવામાં આવશે. આ સાથે વર્ણનાત્મક પ્રશ્નો 80 ટકાથી ઘટાડી 70 ટકા પૂછવામાં આવશે.

29.75 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા સરળતાથી આપી શકે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છેકે વિદ્યાર્થીઓને JEE અને NEET ની પરીક્ષામાં તકલીફ પડી રહી હતી. જેને અનુસંધાને આ નિર્ણય કરાયો છે. કોરોનાની સ્થિતિને લઇને આ નિર્ણય આ વર્ષ માટે અમલી બનશે.

ઉલ્લેખનીય છેકે છેલ્લા બે વરસથી કોરોના મહામારીને પગલે સૌથી વધારે અસર શિક્ષણને પડી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ન રહે તે માટે શિક્ષણ વિભાગે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ તમામ વચ્ચે રાજયની તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય તો રાબેતામુજબ શરૂ થઇ ગયું છે. અને વિદ્યાર્થીઓ પણ હવે હોંશેહોંશ અભ્યાસ કરવામાં મશગુલ બન્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat