Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > T20 વર્લ્ડકપને લઇ ભારતીય ક્રિકેટ ટીમમાં બદલાવ, શાર્દુલ ઠાકુરની ટીમમાં એન્ટ્રી

T20 વર્લ્ડકપને લઇ ભારતીય ક્રિકેટ ટીમમાં બદલાવ, શાર્દુલ ઠાકુરની ટીમમાં એન્ટ્રી

0
37

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપને લઇને ભારતીય ક્રિકેટ ટીમમાં એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શાર્દુલ ઠાકુર વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે પહેલાથી સામેલ અક્ષર પટેલને હવે રિઝર્વ પ્લેયરની યાદીમાં નાખી દેવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા પુરી રીતે ફિટ નથી અને આઇપીએલમાં બોલિંગ પણ કરતો નથી. એવામાં શાર્દુલ ઠાકતુરને 15 ખેલાડીઓની સ્કવોર્ડમાં લાવવામાં આવ્યો છે. જે ફાસ્ટ બોલિંગની સાથે સાથે બેટિંગ પણ કરી શકે છે.

ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રીને તુરંત હટાવવામાં આવે, SCના બે જજોની તપાસ થાય, લખીમપુર ખીરીની લડાઇ રાષ્ટ્રપતિ ભવન પહોચી

રિઝર્વ પ્લેયર: શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ

બીસીસીઆઇએ આ સિવાય એક મોટો નિર્ણય પણ કર્યો છે, ટીમ ઇન્ડિયાની આ સ્કવોર્ડ સાથે કેટલાક અન્ય ખેલાડી પણ છે જે બબલનો ભાગ બનશે અને ટ્રેનિંગ દરમિયાન સાથે રહેશે.

આવેશ ખાન,ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમાન મેરીવાલા, વેંકટેશ અય્યર, કર્ણ શર્મા, શાહબાજ અહેમદ, કે.ગૌથમ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat