Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય બનવા માટેની HMATના કાર્યક્રમમાં ફેરફાર કરાયો

માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય બનવા માટેની HMATના કાર્યક્રમમાં ફેરફાર કરાયો

0
171
  • HMATની કાર્યવાહી 25 દિવસ મોડી કરવામાં આવી

  • 23 જુનથી શરૂ થનારી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી 19 જુલાઈથી શરૂ

ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય બનવા માટેની HMATના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. નવા કાર્યક્રમ મુજબ HMATની કાર્યવાહી 25 દિવસ મોડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉના કાર્યક્રમ મુજબ 23 જુનથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થવાની હતી. પરંતુ હવે આ કાર્યવાહી 19 જુલાઈથી શરૂ કરવામાં આવનાર છે. ઉપરાંત અગાઉના કાર્યક્રમ મુજબ તમામ કાર્યવાહી 17 જુલાઈ સુધીમાં પુર્ણ કરવાનું યોજન હતું. પરંતુ હવે આ કામગીરી છેક 13 ઓગસ્ટના રોજ પુર્ણ થશે. જોકે, હજુ પરીક્ષાની તારીખ જાહેર કરાઈ નથી. આ પરીક્ષા બે વિભાગમાં હશે અને દરેક પ્રશ્નના જવાબો લખવા ફરજિયાત રહેશે.

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની નિમણુંક માટે આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં સુધારો કરી નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુધારેલા જાહેરનામા પ્રમાણે તમામ કાર્યવાહી 25 દિવસ મોડી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. HMATની પરીક્ષા માટે હવે ઉમેદવારો 19 જુલાઈથી 31 જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.

ત્યારબાદ 19 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી નેટ બેંકીંગ મારફતે ફી સ્વિકારવામાં આવશે. 4 ઓગસ્ટથી 11 ઓગસ્ટ દરમિયાન ઉમેદવારોના ભરાયેલા આવેદનપત્રોમાં રજુ થયેલી લાયકાત અને અનુભવની વિગતોનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વેરીફીકેશન કરી આવેદનપત્ર એપ્રુવ કરવામાં આવશે.

12 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મંજુર કરવામાં આવેલા આવેદનપત્રો બોર્ડ ખાતે જાણ કરાવવાના રહેશે. બોર્ડ દ્વારા હાલમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આગામી દિવસોમાં બોર્ડ દ્વારા પરીક્ષા અને પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

પરીક્ષા માટે કોઈ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં અનુસ્નાતક સાથે બીએડ અથવા સ્નાતક સાથે એમ.એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને શાળામા નિયમાનુસાર નિમણુંક મેળવ્યા બાદ સાત વર્ષનો અનુભવ ધરાવતી હોય તે પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat