Gujarat Exclusive > રાજનીતિ > Change in Bihar: સૌથી મોટો સવાલ, નીતીશકુમાર ક્યાં સુધી CM રહેશે?

Change in Bihar: સૌથી મોટો સવાલ, નીતીશકુમાર ક્યાં સુધી CM રહેશે?

0
700
  • ભાજપ મોટો ભાઇ બનતા નીતીશના ભાવિ અંગે થવા લાગી અટકળો
  • બિહારમાં મુખ્યમંત્રી નીતીશુકુમારની  ઘટી રહેલી લોકપ્રિયતા

નવી દિલ્હી/પટણાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા. જેમાં અલગ પરિવર્તન (Change in Bihar) જોવા મળ્યુ. ભલે સત્તા NDAની રહી પણ કેટલાક સમીકરણો બદલાઇ ગયા. ભાજપ-જદયુના NDAએ 125 બેઠકો સાથે બહુમતી સાથે સત્તા તો પણ મેળવી લીધી. તેની સાથે જ આ વખતે મુખ્યમંત્રી માટે ખેંચાતાણ થશે. તેવા એંધાણ પણ આવવા લાગ્યા છે.

મીડિયા મુજબ ભાજપે વચન આપ્યું હોવાથી હાલ CM તો નીતીશકુમાર જ બનશે. પરંતુ આ મુદ્દત માત્ર 6 મહિના પણ હોઇ શકે છે (Change in Bihar). એવું કહેવાઇ રહ્યું છે કે નીતીશકુામરને સાઇડલાઇન પણ કરી શકાય છે. તેથી CM બનવા છતાં તેમના પર તલવાર લટકતી રહેશે. સ્થાનિક ભાજપના નેતા તેમની સામે અવાજ બુલંદ કરી શકે છે.

આ પણ વાંચોઃ બિહારની વિધાનસભા ચૂંટણીમાં RJDના સૌથી વધુ બાહુબલીઓ જીત્યાં

ભારે રસાકસી બાદ NDAને બહુમતી મળી જતાં નીતીશકુમારને પણ જીવતદાન મળ્યું. આ વખતે ડાબેરી પક્ષોએ નોંધપાત્ર દેખાવ કર્યો. 29 બેઠકો પર ચૂંટણી લડી 16 પર કબજો જમાવ્યો.

ઉપરાંત ઓવૈસીના પક્ષે 5 અને એનડીએના સાથી પક્ષો હમ અને ઇન્સાની પાર્ટીએ 4-4 બેઠકો મેળવી બિહારના રાજકારણમાં નવા અધ્યાયની શરુઆત કરી છે.

સૌથી ખરાબ હાલત કથિત કિંગમેકર ચિરાગની થઇ

પરંતુ સૌથી ખરાબ હાલત બિહાર (Change in Bihar)મા દલિતોના મસિહા ગણાતા દિવંગત રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનની થઇ. તેમને માત્ર એક બેઠક મળી. જ્યારે ચૂંટણી પહેલાં તેઓ કિંગમેકર બનવાના દાવા કરી રહ્યા હતા. પરંતુ મતદારોએ તેમને ટોટલી નકારી કાઢ્યા. નીતીશકુમારને જે નુકસાન થયું તે ચિરાગને કારણે જ થયું છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ નીતીશુકુમારને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત પહેલેથી જ કરી દેવાઇ હોવાથી તેમને હાલ સત્તા સોંપી દેવાશે. પરંતુ ભાજપ પોતાનો વિકલ્પ ખુલ્લો પણ રાખશે. આ રિપોર્ટમાં ભાજપના કેટલાક નેતાઓના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ બિહાર ચૂંટણીઃ જાણો નીતિશના કેટલા મંત્રી ચૂંટણીમાં જીત્યા અને કેટલા હાર્યા

જેમાં સ્થાનિક ભાજપ નેતા સંજય પાસવાને જણાવ્યું છે કે

“આ જીત ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. પરંતુ વચન મુજબ અમે લોકો સીએમની ખુરશી નીતીશકુમારને સોંપી રહ્યા છીએ. હવે આ તેમની નૈતિકતા પર નિર્ભર કરે છે કે તેઓ શુ કરે છે.”

નવી દિલ્હી કાર્યાલયમાં સાંજે ભાજપ મોવડીમંડળની બેઠક

બુધવારે નવી દિલ્હીમાં બિહારની તાજેતરની સ્થિતિ પર સમીક્ષા કરવા ભાજપના કાર્યાલયમાં સાંજે બેઠક પણ મળવાની છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સાંજે 5 વાગે ત્યાં પહોંચશે. વડાપ્રધાન મોદી પણ 6 વાગે પહોંચી જશે. તેવા રિપોર્ટ હતા.

બેઠકમાં બિહારમાં મંત્રીમંડળથી લઇ અનેક પાસાઓ પર ચર્ચા વિચારણ થવાની સંભાવના છે. ચોકક્સ ભાજપનું કદ વધી જતાં તે પોતાના હાથ ઉપર રાખશે અને જે કંઇ બાંધછોડ કરવાની રહેશે (Change in Bihar), તે નીતીશકુમારે જ કરવી પડશે. તેથી ‘આ સંઘ કાશીએ નહીં પહોંચે’ તે કહેવત થોડા મહિના બાદ સાચી પણ પડી શકે છે.

છેલ્લા 15 વર્ષોમાં જદયુનું સૌથી ખરાબ પ્રદર્શન

આંકડા પર નજીર કરીએ તો છેલ્લા 15 વર્ષોમાં નીતીશકુમારની પાર્ટીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. તેમની પાર્ટીની જનતા પર પકડ નબળી પડી રહી છે. કારણ કે ફેબ્રુઆરી 2005 થયેલી ચૂંટણીમાં જદયુને 55 બેઠકો મળી હતી.

2015 111માંથી 71 મળી હતી. ત્યારે જદયુએ રાજદ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી હતી. પાછળથી તેની સાથે છેડો ફાડી ભાજપનો હાથ પકડ્યો હતો. હવે તેની પાસે માત્ર 43 બેઠકો રહી છે.

આ પણ વાંચોઃ બિહાર ચૂંટણીઃ 119 બેઠક પર જીતના અભિનંદન આપ્યા બાદ રિટર્નિંગ ઓફિસર ફરી ગયાઃ રાજદ

દિવાળી બાદ નીતીશ CMપદના શપથ લઇ શકેઃ ત્યાગી

દરમિયાન પટણામાં જદયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે નીતીશકુમાર દિવાળી પછી CMપદના શપથ લઇ શકે છે. પરંતુ આજે સાંજે મળી રહેલી ભાજપની બેઠક મહત્વની ગણાશે. જેમાં પક્ષ મોવડી મંડળ બિહારની આગળની રણનીતિ અંગે ચર્ચા કરશે.

નીતીશકુમારના ભાવિ (Change in Bihar)અંગે એટલા માટે પણ સવાલ થઇ રહ્યા છે. કારણ કે બિહારમાં નીતીશકુમારની લોકપ્રિયતા ઘટી રહી છે. તે ચૂંટણી પરિણામોમાં પણ સ્પષ્ટ થઇ ગયું. 243માંથી ભાજપ અને જદયુએ લગભગ સરખી બેઠકો અનુક્રમે 110અને 115 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

તેમાં ભાજપ પહેલી વખત મોટા ભાઇની ભૂમિકામાં આવી ગયો. તેણે 74 બેઠકો કબજે કરી. જ્યારે જદયુને માત્ર 43 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. 2015 કરતા 28 બેઠકોનું નુકસાન થયું છે.

ભાજપનો વોટશેર વધ્યો, જદયુનો ઘટી ગયો Change in Bihar

જ્યારે બીજો સૌથી મોટો પક્ષ બનેલા ભાજપને 21 બેઠકોનો ફાયદો થયો છે. તેજસ્વીના રાજદને 75 બેઠકો મળી છે. વોટશેર પણ નીતીશના પક્ષનો ઘટી ગયો છે. જદયુને માત્ર 15.41 ટકા મત મળ્યા. જ્યારે ભાજપને 19.40 ટકા મતદારોનો વિશ્વાસ મળ્યો.

આ પણ વાંચોઃ મોદીના હનુમાન બનવાનું કામ ચિરાગે પાર પાડ્યુ, નીતિશને ત્રીજા ક્રમે પહોંચાડી દીધા

તેજસ્વીને સૌથી વધુ 23.05 ટકા વોટ મળ્યા. દેશના રાજકારણમાં હાસિયામાં ધકેલાઇ રહેલી કોંગ્રેસ માત્ર 9.55 વોટ મેળવી શકી.