Gujarat Exclusive > ગુજરાત > હવામાનમાં આવશે પલટો, 24 કલાકમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા

હવામાનમાં આવશે પલટો, 24 કલાકમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા

0
27

ગાંધીનગર: રાજ્યમાં કોરોના કહેર વચ્ચે હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે.

અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના દક્ષિણ-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદ સહિત 7 શહેર સૌથી વધુ ગરમ

રવિવારે અમદાવાદ સહિત રાજ્યના 7 શહેરમાં તાપમાન 40 ડિગ્રીની પાર રહ્યુ હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 0.4 ડિગ્રી ગગડીને 40.8 ડિગ્રી રહ્યુ હતું. શહેરમાં દિવસ દરમિયાન ગરમી સાથે અસહ્ય બફારાથી લોકો પરેશાન થયા હતા પરંતુ સાંજે ઠંડો પવન ફુકાતા થોડી રાહત થઇ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 10 દિવસ બાદ કોરોનાના એક દિવસના કેસ 5 હજર કરતા ઘટ્યા

રાજ્યના વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યુ હતું. આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને કચ્છના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat