• સરદાર સરોવર જળાશયમાં સંગ્રહ શકિતના ૯૭.૧૦% પાણીનો સંગ્રહ
• SEOC,ગાંધીનગર ખાતે રાહત કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ
ગાંધીનગર: રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. રાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ ની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાઇ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
Advertisement
Advertisement
આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જે મુજબ આગામી તા.14/09/2022ના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા તા.15/09/2022ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
રાજ્યના 117 જળાશય હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા
સિંચાઈ વિભાગના અધિકારીએ આ બેઠકમાં રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 324375 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 97.10% છે. રાજયનાં 206 જળાશયોમાં 476235 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 85.32% છે. હાલમાં રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર, 16 જળાશય એલર્ટ ૫ર તેમજ 17 જળાશય વોર્નીગ ઉ૫ર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, એક અઠવાડિયા સુધી ભારે વરસાદની આશંકા
કૃષિ વિભાગના અધિકારીશ્રીએ રાજ્યમાં થયેલા વાવેતર અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે તા.12 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 84,16,795 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 82,83,010 હેક્ટર વાવેતર થયું હતુ.
NDRFની 8 અને SDRFની 11 ટીમ સ્ટેન્ડ બાય
રાજયમાં હાલ NDRFની 8 ટીમો ડીપ્લોય કરાઇ છે, જેમાં ભરૂચ-1, ભાવનગર-1, ગીર સોમનાથ-1, કચ્છ-1, નર્મદા-1, નવસારી-1, રાજકોટ-1,સુરત-1 NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2- અને વડોદરામાં 5 એમ કુલ-07 ટીમો રીઝર્વ રખાઇ છે. જ્યારે રાજયમાં હાલ SDRFની કુલ-11 ટીમ સ્ટેન્ડબાય છે.
આ બેઠકમાં કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ, NDRF, SDRF તથા ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર(મ્યુનિસિપાલિટી), આર્મી તથા શહેરી વિકાસ વિભાગના અઘિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
Advertisement