Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ગોધરા : એક જ ગામના 4 યુવકોના મોતથી માતમનો માહોલ, અંતિમવિધિમાં જોડાયા હજારો લોકો

ગોધરા : એક જ ગામના 4 યુવકોના મોતથી માતમનો માહોલ, અંતિમવિધિમાં જોડાયા હજારો લોકો

0
1512

ગતરોજ ગોધરાના ચાર પાટીદાર યુવાનના મૃતદેહ મળી આવતા તમામ ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો, જયારે આજરોજ આ યુવાનોની અંતિમ યાત્રા નિકળતા આખા ગામમાં ભારે શોક જોવા મળ્યો હતો અને આ યુવાનોની અંતિમ વિધીમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી.

ગોધરા તાલુકાના રામપુરા કાંકણપુર ગામના ચાર પટીદાર યુવકોનાી રોજ ઇકો કાર લઇને સૌરાષ્ટ્રનાં પ્રવાસે ગયા હતાં. આ લોકો ઘરેથી રાતે આઠ વાગ્યાની આસપાસ નીકળ્યાં હતાં. વિરપુર પહોંચ્યાં હતાં જે બાદ પરિવારને આ લોકોનો સંપર્ક થયો ન હતો. પરિવારને બે દિવસથી યુવાનોનો સંપર્ક ન થતા સૌરાષ્ટ્રની પોલીસની મદદ મેળવી હતી. ત્યારે આજે આ ચારેયની એક સાથે અંતિમ વિદાય કરવામાં આવી હતી, મૃતદેહો એક સાથે આવતાની સાથે આખું ગામ જાણે હિબકે ચઢ્યું હતું. આખા સમાજમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

નોંધનીય છે કે, રામપુરથી આશરે 100 લોકોનો કાફલો 4 યુવકોને શોધવા ગાડીઓ લઇને જુનાગઢ પહોંચ્યાં હતા. 4 યુવકોનાં મોતથી પટેલ સમાજનાં 150 ઘરોમાં બે દિવસથી ચુલો પણ સળગાવવામાં આવ્યો ન હતો. 7 ડિસેમ્બરે ઘરેથી નીકળ્યા હતાં જે બાદ 8 ડિસેમ્બરની વહેલી સવારે પરીવારો સાથે સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ આ સમાજનાં લોકો સહિત ચારેય યુવાનોનાં પરિવારજનો છેલ્લા લોકેશન મુજબ ભાટીયા નવાગામ વચ્ચે શોધી રહ્યા હતા. 20થી 25 વખત એક જ રસ્તા પર ફરીને શોધખોળ કરી હતી. ચાર યુવકો અને કારને શોધવા જુનાગઢનાં એસપીનાં સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સહિતની અલગ-અલગ પોલીસની 10 ટીમો બનાવીને લોકેશન વાળા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

વડોદરા દુષ્કર્મ કેસ: તમામ ઘટનાનું પોલીસે આરોપીઓ પાસે કરાવ્યું રિકન્સ્ટ્રકશન