Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > શ્રેયસ ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 112મો ખેલાડી બન્યો

શ્રેયસ ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 112મો ખેલાડી બન્યો

0
2

શ્રેયસ અય્યર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 112મો ખેલાડી બની ગયો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 2 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી છે. શ્રેયસે 171 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેની ઈનિંગ એવા સમયે આવી જ્યારે ટીમ ઈન્ડિયાને તેની સખત જરૂર હતી. શ્રેયસની આ ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા 300 સુધી પહોંચી શકી હતી.

શ્રેયસ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો 16મો ખેલાડી બન્યો છે. લાલા અમરનાથે (118) 1933માં ઈંગ્લેન્ડ સામે ભારત માટે ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી હતી. આ યાદીમાં સૌરવ ગાંગુલી અને રોહિત શર્મા પણ સામેલ છે. શ્રેયસ હવે આ સિદ્ધિ મેળવનાર 16મો ભારતીય ખેલાડી છે.

શ્રેયસ ભારત માટે ટેસ્ટ રમનાર 303મો ખેલાડી બન્યો

કાનપુર ટેસ્ટમાં પદાર્પણ સાથે જ શ્રેયસ અય્યર ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 303મો ખેલાડી બની ગયો છે. કાનપુરના ગ્રીન પાર્કમાં ટોસ પહેલા ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની હાજરીમાં તેને ટેસ્ટ કેપ્સ આપવામાં આવી હતી. શ્રેયસે ટેસ્ટ કેપ હાથમાં લેતા જ ચુંબન કર્યું.

ચાર વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું

શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 1 નવેમ્બર 2017ના રોજ યોજાયેલી ટી20 મેચ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. અત્યાર સુધીમાં તેણે 32 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 27.61ની એવરેજથી 580 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી છે. વર્ષ 2017માં જ શ્રેયસને ODI ડેબ્યૂની તક પણ મળી હતી. ડિસેમ્બરમાં તેને શ્રીલંકાના પ્રવાસ પર પ્રથમ વનડે રમવાની તક મળી હતી. તેણે 22 વનડેમાં 42.78ની એવરેજથી 813 રન બનાવ્યા છે. વનડેમાં પણ તેના નામે સદી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat