Gujarat Exclusive > દેશ-વિદેશ > મોદી સરકારનો મોટો નિર્ણય, હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ ખરીદી શકશે જમીન

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ ખરીદી શકશે જમીન

0
146

નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી  શકે છે અને ત્યાં વસી પણ શકે છે. ગૃહમંત્રાલય દ્વારા મંગળવારે આ માટે નવું નોટિફિકેશન ઈસ્યૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ ખેતીની જમીનને લઈને લગાવવામાં આવેલ રોક યથાવત રહેશે. Modi’s big decision

આ અંગે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના જણાવ્યા પ્રમાણે, અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડસ્ટ્રીઝ જમ્મુ-કાશ્મીરમાં આવે. આથી જ ઈન્ડસ્ટ્રીયલ લેન્ડમાં ઈન્વેસ્ટમેન્ટની જરૂરત છે. જો કે ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે.

જણાવી દઈએ કે, અગાઉ જમ્મુ-કાશ્મીરમાં માત્ર ત્યાંના સ્થાનિક રહેવાસીઓ જ જમીનનું ખરીદ-વેચાણ કરી શકતા હતા. જો કે હવે નવુ નોટીફિકેશન (Land Law In Jammu-Kashmir) બહાર આવવાથી અન્ય રાજ્યોના લોકો પણ કાશ્મીરમાં જમીન ખરીદીને ત્યાં પોતાનો કામ-ધંધો શરૂ કરી શકશે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય (Land Law In Jammu-Kashmir) જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ હેઠળ કર્યો છે. જે અંતર્ગત કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં ફેક્ટરી, ઘર કે દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે કોઈ પણ પ્રકારના સ્થાનિક રહેવાસી હોવાના પુરાવા આપવાની હવેથી કોઈ જરૂરત નહીં રહે. Modi’s big decision

આ પણ વાંચો: ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, સંજય જૈનના 42 ઠેકાણાં પર દરોડા

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ગત વર્ષે આર્ટીકલ 370 નાબૂદ કરવામાં આવી છે. જે બાદ 31 ઓક્ટોબર 2019ના જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હતો. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના એક વર્ષ પૂરા થવા પર જમીનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.