Gujarat Exclusive > દેશ-વિદેશ > 1-2 પોઝિટિવ કેસમાં આખી બિલ્ડિંગને બંધ કરવાની જરૂરત નહી, કોરોના પર કેન્દ્રની નવી ગાઈડલાઈન

1-2 પોઝિટિવ કેસમાં આખી બિલ્ડિંગને બંધ કરવાની જરૂરત નહી, કોરોના પર કેન્દ્રની નવી ગાઈડલાઈન

0
1037

નવી દિલ્હી: ભારતે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના ચોથા તબક્કામાં આપવામાં આવનારી છૂટ અને કાર્યાલયો ખોલવા માટે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કાર્યસ્થળ પર COVID-19ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટેના ઉપાયો અંગે આદેશ જાહેર કર્યા છે.

મંત્રાલયે જણાવ્યું કે, કોઈ ઓફિસમાં કોરોના પોઝિટિવના એક કે બે કેસ સામે આવવા પર સમગ્ર ઈમારતને સીલ કરવાની જરૂરત જ નથી. ગાઈડલાઈન મુજબ, કાર્યાલયને સંક્રમણ મુક્ત કરી લીધા બાદ કામકાજ ફરીથી શરૂ કરી શકાય છે.

મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલી ગાઈડલાઈનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મોટા પાયે કેસો સામે આવે, તો જ ઓફિસ ધરાવતી આખી બિલ્ડિંગને 48 કલાક માટે બંધ કરવામાં આવશે. ઈમારતને સંક્રમણ મુક્ત કરવામાં ના આવે, ત્યાં સુધી તેમાં કામ કરતાં તમામ કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે.

મંત્રાલયે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાય તો, તેને તરત જ સબંધિત કેન્દ્ર અથવા રાજ્ય સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે જ હેલ્પલાઈન નંબર 1075 પર માહિતગાર કરવાનું રહેશે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, જો કોઈ પણ કર્મચારી કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતો હોય અને તે ઘરેથી કામ કરવાનો આગ્રહ રાખતો હોય, તો તેને મંજૂરી આપવી જોઈએ.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

બાંગ્લાદેશે શોધી કાઢી કોરોનાની વૅક્સીન, 60 દર્દીઓ પર કરેલો ટેસ્ટ સફળ