Gujarat Exclusive > દેશ-વિદેશ > અયોધ્યા કેસ: પીઠનો ભાગ રહેલા જસ્ટિસને મળી ધમકી, સરકારે આપી ઝેડ શ્રેણીની સુરક્ષા

અયોધ્યા કેસ: પીઠનો ભાગ રહેલા જસ્ટિસને મળી ધમકી, સરકારે આપી ઝેડ શ્રેણીની સુરક્ષા

0
1242

અયોધ્યા મામલે સુનાવણી કરનારા સુપ્રીમ કોર્ટના પાંચ જજોની સંવૈધાનિક પીઠના ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નજીર અને તેમના પરિવારને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI) દ્વારા ધમકી આપવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તેમને આ સુરક્ષા આપવાની જાહેરાત કરી છે.

જાસુસી એજેન્સીઓએ ગૃહ મંત્રાયલને જણાવ્યું હતું કે, જસ્ટિસ નજીરને પીએફઆઈ અને અન્ય સંગઠનોથી ખતરો છે. જે બાદ ગૃહ મંત્રાયલે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને સ્થાનીય પોલીસ જસ્ટિસ નજીરને સુરક્ષા આપવા આદેશ કર્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષાદળો અને પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે, તાત્કાલિક જસ્ટિસ નજીર અને તેમના પરિવારને કર્ણાટક અને દેશના અન્ય ભાગોમાંથી ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે. જસ્ટિસ નજીર જ્યારે બેંગલુરૂ,મેંગલુરૂ અને રાજ્યના કોઈ પણ વિસ્તારોમાં મુસાફરી કરે તો તેમને કર્ણાટકના કોટાથી ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.

ઝેડ શ્રેણીની સુરક્ષામાં અર્ધ સૈનિક અને પોલીસના લગભગ 22 જવાનો તૈનાત હોય છે. આ પહેલા 9 નવેમ્બરે નિર્ણય આવ્યા પહેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી.

અનિલ અંબાણીની આવી હાલત કેમ થઇ ગઇ? ક્યા ગઇ કરોડો રૂપિયાની સંપત્તિ?