Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના પર નવી ડિસ્ચાર્જ પૉલિસીનું એલાન, હોસ્પિટલમાંથી 10 દિવસમાં મળશે રજા

કોરોના પર નવી ડિસ્ચાર્જ પૉલિસીનું એલાન, હોસ્પિટલમાંથી 10 દિવસમાં મળશે રજા

0
730

નવી દિલ્હી: કોરોના વાઈરસના પગલે સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યું છે, પરંતુ આમ છતાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓના આંકડામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસને કાબૂમાં કરવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરી રહી છે, ત્યારે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં ફેરફાર કર્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે 8-મેના એવા દર્દીઓ જેમાં કોરોનાના સામાન્ય લક્ષણો હોય તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા માટે નવી સંશોધિત પોલિસીનું એલાન કર્યું છે.

નવી ડિસ્ચાર્જ પોલિસી અંતર્ગત, જો કોઈ દર્દીમાં કોરોનાના સામાન્ય લક્ષણ છે અથવા તો શંકાસ્પદ દર્દીમાં જો કોરોનાના કોઈ લક્ષણ ના જોવા મળે, તો તેમને 10 દિવસો બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. આ સાથે જ નક્કી કરેલા નવા આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ તેણે પોતાની જાતને ઘરમાં આઈસોલેટ કરવી અનિવાર્ય રહેશે. જેની મુદ્દત 7 દિવસની નક્કી કરવામાં આવી છે.

જો કે આ નિયમ ગંભીર દર્દીઓ માટે નથી. આથી જો કોરોનાના કોઈ ગંભીર દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવવી કે કેમ? અને જો રજા આપવામાં આવે તો, તેણે ક્યાં નિયમોનું પાલન કરવાનું રહેશે? તેનો નિર્ણય જે-તે ડૉક્ટરોએ કરવાનો રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયની નવી પૉલિસી પ્રમાણે, જો કોઈ વ્યક્તિમાં કોરોનાના સામાન્ય લક્ષણ જેવા કે, તાવ, શરદી અને ખાંસી છે, તો તેમને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે. જ્યાં 10 દિવસો સુધી તેમનું નિયમિત તાપમાન અને પલ્સ રેટ ચેક કરવામાં આવશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

વધુ એક બેંક ડિફોલ્ટર દેશ છોડી દુબઈ ફરાર, SBIએ 4 વર્ષ બાદ CBIમાં નોંધાવી ફરિયાદ