Gujarat Exclusive > દેશ-વિદેશ > તીડનું તાંડવ: કેન્દ્રએ 16 રાજ્યોને કર્યા સાવધ, હાઈએલર્ટ પર સરકારો

તીડનું તાંડવ: કેન્દ્રએ 16 રાજ્યોને કર્યા સાવધ, હાઈએલર્ટ પર સરકારો

0
527

નવી દિલ્હી: કોરોના સંકટ સામે જજૂમી રહેલા ખેડૂતો પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં તીડના મોટા-મોટા ઝૂંડ પોતાની ભૂખ સંતોષવા માટે પાક અને હરિયાળીની શોધમાં પાકિસ્તાનના રસ્તે ભારતની સરહદોમાં પ્રવેશ કર્યો છે. રાજસ્થાનના રસ્તે આ તીડનુ ટોળુ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરહદો પર તાંડવ મચાવી રહ્યું છે.

તીડનું આ ઝૂંડ અત્યાર સુધી રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં ઉભા પાકને નુક્સાન પહોંચાડી ચૂક્યાં છે. આજ કારણ છે કે, કેન્દ્ર સરકારે તીડના આક્રમણને જોતા દેશના 16 રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે.

તીડનું આ ટોળુ અલગ-અલગ ગ્રુપમાં હાલના સમયે સક્રિય છે. જે અલગ-અલગ ગામો ઉપરથી પસાર થવા દરમિયાન તમામ ખેતીને નષ્ટ કરતા જાય છે.

આવી રીતે પહોંચાડે છે નુક્સાન
સરકાર દ્વારા જે સૂચના જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે, તીડોનું ટોળુ એક દિવસમાં 150 કિમી સુધી ઉડી શકે છે. આ ઉપરાંત તીડનું એક વર્ગ કિલોમીટરનું ઝૂંડ એક દિવસમાં 35 હજાર લોકોના ભોજન જેટલો પાક સફાચટ કરતો જાય છે.

તીડોનું તાંડવ એક પછી એક રાજ્યમાં કહેર મચાવી રહ્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો, અહીંના ભંડારા, ગોંદિયા, નાગપુર, અમરાવતીમાં તીડોના ઝૂંડે કેરી અને સંતરાની ખેતી સહિત અનાજના પાકને મોટું નુક્સાન પહોંચાડ્યું છે. બીજી તરફ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પહોંચેલા તીડોના ઝૂંડે સોનભદ્રના ઘોરાવલમાં પાકને સફાચટ કરી નાંખ્યો છે.

પાંચ રાજ્યોના 100 જિલ્લાઓમાં નુક્સાન
પાકિસ્તાનથી આવેલા તીડોના ટોળાએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોના 100 જિલ્લાઓમાં વ્યાપક નુક્સાન પહોંચાડ્યું છે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તીડોનું આ ટોળુ આગામી એક-બે સપ્તાબમાં અન્ય 12 રાજ્યોના ઉભા પાક અને ખેતીને નુક્સાન પહોંચાડી શકે છે.

તીડોના હુમલા વચ્ચે કેન્દ્રએ જ્યાં રાજ્ય સરકારોને ચેતવણી આપી છે, તો બીજી તરફ અનેક રાજ્યો હાઈએલર્ટ પર છે. પંજાબે તીડોનો સામનો કરવા માટે મોકડ્રિલનું આયોજન પણ કર્યું હતું. આ માટે નિષ્ણાંતોની ટીમે ખેડૂતોને જાગૃત કર્યા.

આ સિવાય હરિયાણા સરકારે પણ ખેતરોમાં છંટકાવ માટે રસાયણથી ભરેલા ટ્રેક્ટરો તૈનાત કરી દીધા છે. સરકારનું કહેવું છે કે, અમે સંવેદનશીલ 7 જિલ્લાઓને હાઈએલર્ટ પર રાખ્યો છે. અમે તીડોના આક્રમણને અટકાવવા માટે પૂરતા પ્રમાણે કિટનાશક દવાઓ ભરી રાખી છે.

ભારત સરકાર કેટલી તૈયાર
આ મામલે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સમીક્ષા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સરકાર તીડની સમસ્યાને ગંભીરતાથી લઈ રહી છે. ભારત તીડોનો સામનો કરવા માટે નવા ઉપકરણો ખરીદી રહ્યું છે. કૃષિ મંત્રીએ બ્રિટનના માઈક્રોન ગ્રુપ પાસેથી 60 સ્પ્રેયર આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. જે કિટનાશક દવાઓનું છંટકાવ કરવા માટે ઉપયોગી નીવડશે. આ સિવાય હેલિકોપ્ટર પણ તૈયાર રખાયા છે.

ખાનગી હોસ્પિટલોને સરકારનો આદેશ, 50% બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખો