Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે સમગ્ર દેશભરમાં લોકોને મળશે ઇ-પાસ, સરકારે લોન્ચ કરી નવી વેબસાઇટ

હવે સમગ્ર દેશભરમાં લોકોને મળશે ઇ-પાસ, સરકારે લોન્ચ કરી નવી વેબસાઇટ

0
233

નવી દિલ્હીઃ હવે દેશમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા લોકડાઉનને 31 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. લોકડાઉન 4.0 અંતર્ગત સરકારે અનેક પ્રકારની છૂટછાટ પણ આપી છે. ત્યારે લોકડાઉનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક નવી વેબસાઇટ પણ લોન્ચ કરી છે. જ્યાં દેશભરનાં લોકો અલગ-અલગ રાજ્યોમાં યાત્રા કરવા માટે કોવિડ ઇ-પરમિટ માટે એપ્લાય પણ કરી શકે છે. http://serviceonline.gov.in/epass/ વેબ પેજને નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (NIC)એ ડેવલપ કરેલ છે. તમને જણાવી દઇએ કે હાલમાં આ વેબસાઇટ પર 17 રાજ્યો ઇ-પરમિટ માટે એપ્લાય કરી શકે છે.

ટ્રાવેલ માટે લોકડાઉન પરમિટ પાસને ટ્રાવેલની કેટલીક નિશ્ચિત કેટેગરી અંતર્ગત જ ઓનલાઇન એપ્લાય કરી શકાય છે. આ કેટેગરીમાં વિદ્યાર્થીઓ, જરૂરી સેવા પ્રોવાઇડર, ટૂરિસ્ટ, તીર્થયાત્રી, ઇમરજન્સી/મેડિકલ ટ્રાવેલ અને લગ્ન પણ શામેલ છે. વેબપેજ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, કોઇ ઇન્ડિવિઝ્યુઅલ/ગ્રુપ આ સર્વિસનો ઉપયોગ કરીને મુવમેન્ટ પાસ માટે એપ્લાય કરી શકે છે. જે લોકો આ સર્વિસને આધારે એપ્લાય કરવા ઇચ્છે છે તેઓને અનિવાર્ય જાણકારી આપવાની રહેશે. તેઓએ ઇ-પાસ માટે એપ્લાય કરતા પહેલા તમામ જરૂરી દસ્તાવેજોની સ્કૈન કોપી પણ જમા કરાવવાની જરૂરિયાત રહેશે. આ સિવાય ઓટીપી વેરિફિકેશન માટે એક એક્ટિવ મોબાઇલ નંબર પણ જરૂરી છે.

વેબ પેજ પર એક વાર એપ્લિકેશન સબમિટ કર્યા બાદ અરજીકર્તાને એક રેફરન્સ નંબર મળે છે. જેને અરજીકર્તા એપ્લિકેશન સ્ટેટસ ટ્રેક કરવા માટે ઉપયોગ કરી શકે છે. જ્યારે પાસ રજૂ કરવામાં આવે છે ત્યારે તેની પર અરજીકર્તાનું નામ, એડ્રેસ અને વેલિડિટી અને QR કોડ હોય છે. આ પાસ રજૂ કર્યા બાદ અરજીકર્તાનાં પાસ યાત્રા કરતી વેળાએ તેની સૉફ્ટ અથવા તો તેની હાર્ડ કોપી હોવી જરૂરી છે. જેથી જ્યારે સુરક્ષાકર્મી ઇ-પાસને વિશે પૂછે તો આપ તેને તે દેખાડી શકો છો.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના સંક્રમણથી અમદાવાદમાં પ્રથમ પોલીસકર્મીનું મોત, પોલીસ કમિશનરે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું