કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવી છે. કેન્દ્રના આ નિર્ણયથી કરોડો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે હજું પણ આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરવા માટે સરકાર દ્વારા 1000 રૂપિયા વસૂલવાના નિર્ણયથી લોકો નારાજ છે.
Advertisement
Advertisement
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલી રહ્યું છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ‘આવકવેરા કાયદા, 1961’ મુજબ, તમામ પાનધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 હતી જે હવે 30-06-2023 કરવામાં આવી છે. જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે.
જો આધારને પાન સાથે લિંક નહિ કરો તો જો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે, તેથી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા જેવી વસ્તુઓની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાનકાર્ડનો ક્યાંય પણ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરો છો તો ભારે દંડ પણ થઈ શકે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
પાનકાર્ડ ઇનએક્ટિવ થઇ જશે શું થશે?
- 5 લાખથી વધુનું સોનું નહિ ખરીદી શકો.
- બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહિ શકો.
- પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ફાઇલ નહિ કરી શકો.
- કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે.
- તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકશો નહીં.
- સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલીઓ આવશે
Advertisement