Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > હિન્દૂઓનો ઉદ્ધાર કરવા આવેલી પાર્ટીના રાજમાં તો સ્મશાનો ઉભરાઈ ગયા

હિન્દૂઓનો ઉદ્ધાર કરવા આવેલી પાર્ટીના રાજમાં તો સ્મશાનો ઉભરાઈ ગયા

0
136

21 એપ્રિલે ભારતમાં સૌ પ્રથમ વખત ત્રણ લાખથી વધારે કોરોનાના કેસો સામે આવ્યા અને 2000થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તે પહેલાથી જ ભારતમાં લોકો ઓક્સિજન, બેડ, એમ્બ્યુલન્સ અને ઓક્સિજન વગર મરી રહ્યાં હતા. દેશમાં હાહાકાર હતો. રાજધાની દિલ્હી સુધીની હોસ્પિટલોમાં કેટલાક કલાકો સુધીની ઓક્સિજન બચી હોવાના સમાચાર આવી રહ્યાં હતા. બિમાર મરી રહ્યાં હતા અને તેમના પરિજનો ચિત્કાર કરી રહ્યાં હતા. હાલમાં પણ આવી જ સ્થિતિ દેશભરમાં બનેલી છે. ત્યારથી લઈને અત્યાર સુધી પ્રતિદિવસ સરકારી આંકડાઓ પ્રમાણે બે હજારથી વધારે લોકો મોતના મોઢામાં ધકેલાઈ રહ્યાં છે. આ આંકડો સ્મશાન ઘાટોના આંકડાઓ પ્રમાણે વધારે મોટો પણ હોઈ શકે છે.

પ્રતિદિવસ હજારો મોતના આ હાહાકાર વચ્ચે હિન્દુઓનો ઉદ્ધાર કરવા માટે ઉતાવળી બ્રહ્માંડની સૌથી મોટી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી 21 એપ્રિલ રાત્રે નવ વાગીને ત્રણ મીનિટ પર જાહેરાત કરવામાં આવી કે, ભારતના ગૃહમંત્રી બંગાળમાં ત્રણ રેલીઓ કરશે. આ સૂખદ સમાચાર પછી ભક્તોને સુખ થયો. (અહીં યોગી આદિત્યનાથે એએનઆઈના પત્રકાર માટે જે શબ્દ વાપર્યો હતો તે શબ્દનો ઉપયોગ ભક્તો માટે કરવાની તમને છૂટ છે). મીડિયાના ભંડૂઓએ જયકાર કર્યો અને કહ્યું કે, પોઝિટિવ રહો. હિન્દૂ પોતાના આ નરસંહરીય ઉદ્ધારથી ખુબ જ પ્રસન્ન છે. આવી રક્તપિપાસુ રાજનીતિને જોઈને દેવતાઓને રાક્ષસો પણ સજ્જન લાગવા લાગ્યા.

કેટલાક યક્ષ પ્રશ્નો, જેના જવાબ જરૂરી છે પરંતુ સરકાર આપશે નહીં

1. મહામારી ભારતમાં જાન્યુઆરી 2020માં આવી ગઈ હતી. પાછલા લોકડાઉન દરમિયાન જ ખબર પડી ગઈ હતી કે, આના માટે વેન્ટિલેટર અને ઓક્સિજન જરૂરી રહેશે. આજે દેશના બધા મોટા શહેરોમાં બધી જરૂરી ચીજોની અછત છે. એક વર્ષમાં તમે ભાષણ આપવા, ધારાસભ્યો ખરીદવા અને દાઢી વધારવા ઉપરાંત શું કર્યું?

2. જે પીએમ કેર ફંડ બનાવવામાં આવ્યો હતો, જે જનતાના કેર માટે હતો કે પછી પીએમની ચૂંટણી પાછળ ખર્ચ કરવા માટે બનાવવામાં આવ્યો હતો? વિપક્ષની માંગ ઉપર પણ તેની ઓડિટ કેમ કરવા દેવામાં આવી નહીં?

3. મહામારી વચ્ચે જ્યારે તે આશંકા હતી કે, બીજી લહેર આવશે, તો તમને 202–21માં 9,294 મેટ્રીક ટન ઓક્સિજનનું નિકાશ કેમ કર્યું? આનાથી પહેલા વર્ષમાં જ્યારે મહામારીની અસર નહીવત હતી ત્યારે તમે 4502 મેટ્રીક ટન ઓક્સિજનનો નિકાસ કર્યો હતો. જ્યારે મહામારીમાં બેગણા વધારે ઓક્સિજનના નિકાસની આઈડિયા ક્યા ગધેડાની હતી?

4. તમારો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે પરંતુ જ્યારે ત્રણ અઠવાડિયાથી હજારો લોકો મરી રહ્યાં છે, જ્યારે તમે કહી રહ્યાં છો કે, 50,000 મેટ્રીક ટન ઓક્સિજન આયાત કરવામાં આવશે. તરસ્યો પાણી વગર મરી રહ્યો હતો અને આ ડંકાપ્રસાદ કુવો ખોદવાની તૈયારી કરી રહ્યાં હતા.

5. માર્ચ 2020માં સરકારે કોરોનાને મહામારી જાહેર કરી હતી. ત્યારે જાહેરાત કરવામાં આવી હતી કે, દેશભરમાં સરકારી હોસ્પિટલોમાં 162 ઓક્સિજન પ્લાન લગાવવામાં આવશે જે સીધા વેન્ટિલેટર સુધી ઓક્સિજન સપ્લાઇ કરશે. આજે એક વર્ષ પછી સરકાર કહી રહી છે કે, ઓક્સિજન સપ્લાઈ માટે પ્લાન્ટ લગાવવા અને ઉત્પાદન વધારવાની કોશિશ કરવામાં આવી રહી છે. તો પછી તે 162 પ્લાન્ટ ક્યાં છે? યાદ રાખો કે, કોરોના મેનેજમેન્ટ પોતે ડંકાપ્રસાદ જોઈ રહ્યાં છે.

6. તો બીજી તરફ એવા પણ દાવાઓ કરવામાં આવી રહ્યા હતા કે દેશમાં પર્યાપ્ત ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા છે, તો દર્દીઓના મોત ઓક્સિજન વગર કેમ થઈ રહ્યાં છે અને આયાત કરવાની કેમ જરૂરત પડી ગઈ? એટલે શું તમે જૂઠ બોલી રહ્યાં હતા?

7. તમારી તાળી, થાળી અને દિવડાઓનું મેનેજમેન્ટનું પરિણામ આખી દુનિયા જોઈ ચૂકી છે. આટલી તબાહી પછી પણ તમે યુવા કમેટી બનાવે, બાળકો આગળ આવે જેવા નાટકો કરી રહ્યાં છો? શું તમારે માટે હજારો લોકોની બર્બાદી માટે એક ઈવેન્ટ સમાન છે?

8. આજે પણ તમારો અહંકાર સાતમા આકાશ પર કેમ છે? પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કંઈક સલાહ આપે છે તો તમે અહંકારભર્યા મૂર્ખતાપૂર્ણ જવાબ આપો છો અને સાંજે તેમની જ સલાહ લાગું કરવાની જાહેરાત કરી દો છો. મહામારી વિશેષજ્ઞોએ પાછલા વર્ષે પત્રમાં લખ્યું હતુ કે, અમને પણ કંઈક ખબર છે, અમને પણ કામ કરવા દેવામાં આવે. તમે વિશેષજ્ઞો, જાણકારો અને વિપક્ષની સલાહ લેવામાં નાનપ કેમ અનુભવો છો?

આનો નીચોડ તે છે કે, તમે જેટલી કોશિષ ષડયંત્ર કરવામાં, લોકોને ગેરમાર્ગે દોરવામાં અને જૂઠ બોલવામાં કરો છો, તેની અડધી કોશિશ પણ મહામારીને પહોંચીવળવા માટે કરી હોત તો આજે શહેરોના શહેર સ્મશાનોમાં ફેરવાઈ જતા નહીં. જૂઠ બોલવાનું બંધ કરો. પ્રતિદિવસ હજારો પરિવાર બર્બાદ થઈ રહ્યાં છે. તે સત્ય છે કે, મહામારી પ્રાકૃતિક છે, પરંતુ તે પણ સત્ય છે કે, વેન્ટિલેટર અને ઓક્સિજનથી લોકોનો જીવ બચાવી શકાય છે પરંતુ અત્યાર સુધી તમે તેની નક્કર સુવિધા કરી નથી. આ હજારો લોકોના મોત માટે કોણ જવાબદારી લેશે? આ મૃત્યઓને હત્યાઓ કહીશું તો પણ કંઈ ખોટું ગણાશે નહીં. આમ હિન્દૂઓનું ઉદ્ધાર કરવાના નામે સત્તા પર આવેલી પાર્ટીના રાજમાં તો સ્મશાનો ઉભરાઈ ગયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat